Western Times News

Gujarati News

એસ.ટી. ડેપો 1 મહિનામાં ન મળે તો ૧લી જૂનથી જન આંદોલન

પ્રતિકાત્મક

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) (પ્રતિનિધિ) વિજયનગર, આજે ગુજરાત સ્થાપના દિવસે વિજયનગર વાસીઓએ તંત્ર વાહકો સામે બાયો ચડાવી છે અને વિજયનગરને આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ એસટી ડેપોનો ટલ્લે ચડેલ પ્રશ્ને નગરના વેપારી એસો.સહિતના તમામ એસો.,તાલુકા ભરનાં તમામ સંગઠનો, સરપંચો, તાલુકા જિલ્લાના ડેલીગેટ્‌સ, પૂર્વ સભ્યો,

આગેવાનોએ એક થઈને રેલી સ્વરૂપેઢ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપી પ્રશ્ન ઉકેલવા એક મહિનાની મહેતલ આપવામાં આવી છે

રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર મામલતદારને રજૂ કરતા આ પ્રશ્ને ચીમકી આપવામાં આવી છે કે આજથી ૩૦ દિવસમાં વિજયનગરને એસટી ડેપો માટે ચક્રો ગતિમાન નહિ થાય તો તા.૧લી જૂન.૨૦૨૩ ના રોજથી સત્યાગ્રહ આદરવામાં આવશે

વિજયનગરના વાઘડીયા વડલાથી બજારમાં થઈને,હાથમાં પ્લેકાર્ડ સાથે અગ્રણી ઈશ્વરભાઈ સકરાભાઈ પટેલની આગેવાનીમાં વિશાલ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં વિજયનગર તાલુકા પ્રમુખ લાલજીભાઈ ડામોર,જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ઉમેદસિંહ એમ.ચૌહાણ,બેકનાં નિવૃત્ત મેનેજર ત્રિવેદી વિજયનગર વેપારી એસો.ના પ્રમુખ ,વેપારી એસો.મંત્રી છાપીયા,ખોખરના અગ્રણી મગનભાઈ ખતાત સહિત સરપંચો, આગેવાનો સાહિત અનેક વિવિધ એસો.સંગઠનો સાગમટે જાેડાયા હતા.

મામલતદાર માતંગ કુમાર નિમાવતને પેશ કરવામાં આવેલ આ આવેદનપત્રમાં કરાયેલ રજુઆતમાં એસ.ટી.ડેપો ને અભાવે લોકોને વેઠવી પડતી હાલાકી તેમજ મુસાફર જનતા,નાગરિકોને-સિનિયર સિટીઝન- દેશની સેવામાં કરજ બજાવતા સૈનિકોને અનેક તકલીફો

ઉપરાંત ગુજરાત રાજ્ય અને ભારતભરમાંથી પોળો ફોરેસ્ટ તેમજ પાલ દઢવાવની શહીદોની ભૂમિ ઉપર શ્રદ્ધા સુમન અર્પવા આવતા પર્યટકો મુલાકાતીઓથી બારે માસ પોળો અને શહીદ ભૂમિ ધમધમતી રહેતી હોવા છતાં તાલુકા મથકે એસ.ટી. બસોની કોઈજ સગવડ ન હોવાથી તાલુકાની મુસાફર જનતાને પારાવાર સામનો કરવો પડી રહ્યો છે .

આ તાલુકામાં એસ.ટી.ડેપો ન હોવાથી એસટીની અનેક બસો ગમેત્યારે-ગમેતે સમયે મહિનાઓ સુધી રદ કરી દેવામાં આવે છે અને હાલમાં પણ એસ.ટી.ના ૧૦ જેટલા રૂટો મનસ્વીરીતે બંધ છે આ તમામ મુદ્દે પ્રજાએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.