Western Times News

Gujarati News

જંગલમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા બંદૂક સાથે ફરતા બે ઇસમો ઝડપાયા

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગરના વિરેશ્વરના જંગલમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા બંદૂક સાથે ફરતા કાલવણના બે ઇસમોને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઈને લાયસન્સ વગરની દેશી બનાવટની બંદુક તથા દારૂગોળો પણ કબજે લઈ વિજયનગર પોલીસ દ્વારા બંને સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વિજયનગરના પીએસઆઇ વાય બી બારોટ અને સ્ટાફ હાલ નવરાત્રી તહેવારને કારણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે માહિતી હકિકત મળેલ કે, વિરેશ્વર ગામની સીમમાં ડુંગર નજીક ગાડા માર્ગ ઉપર બે ઇસમો બંદુક લઇને શિકાર કરવા ફરે છે. જે બાતમી આધારે હકિકતવાળી જગ્યાએ જતા બે ઇસમો અમરતભાઇ દેવાભાઇ ચૌહાણ ઉવ.૪૫ તથા નજયંતીભાઇ રત્નાજી બોડાત ઉવ.૫૦ (બન્ને રહે,કાલવણ તા.વિજયનગર )મળી આવતા

તેમના કબ્જામાથી. રૂ.૫,૦૦૦/- ની કિંમતની પરવાના વગરની દેશી બનાવટની બંદુક તથા બંદુકમાં ભરવાનો દારૂગોળો મળી આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પીએસઆઇ વાય બી બારોટે કાયદેસરની કાર્યવાહી કરી છે.

કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓમાં (૧) વાય.બી.બારોટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) એ.એસ.આઇ રમેશકુમાર વજાજી (૩) અ.પો.કો વિજયકુમાર રામજીભાઇ (૪) અ.પો.કો મહાવિરસિંહ પ્રભાતસિંહ (૫) અ.પો.કો કલ્પેશકુમાર મોહનભાઇ (૬) અ.પો.કો નૃપેશકુમાર અરવિંદભાઇનો સમાવેશ થાય છે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.