વિજયનગર તાલુકામાં જુદા જુદા ત્રણ અકસ્માતમાં ચારના મોત
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં દિવાળી અને નૂતન વર્ષના દિવસોમાં સર્જાયેલા જુદા જુદા ત્રણ અકસ્માતમાં ચારના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. વિજયનગર અને ચિઠોડા પોલીસે આ બનાવોના ગુના નોંધી મૃત દેહોનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.આ તાલુકામાં આ અકસ્માતમાં ચારના મોતના બનાવથી દિવાળી અને નવા વર્ષના તહેવારોંની ખુશીનો માહોલ ગમગીની અને શોકમાં ફેરવાઈ ગયો હતો .
રવિવારે ભાઈબીજના દિવસે સાંજના ચિઠોડા પાસે નદીના પુલ ઉપર હોન્ડા કાર અને બાઈક સામસામે મોટા ધડાકા સાથે અથડાતા સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમાં બે યુવાનોનાં મોત નિપજ્યા હતા જેમાં. એકનું એકનું ઘટના સ્થળે.
જ્યારે અન્ય એક જીવલેણ ઈજાગ્રસ્ત યુવાનનું ભીલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા રસ્તામાં જે મોત થયું હતું ઘટનાની જાણ થતા ચિઠોડા પો મથકના ઇન્ચાર્જ એએસઆઈ ખુશ્બુબેન ભગોરા ઘટના સ્થળે જઈને મૃતકોનું ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ કરાવી વાલીવારસોને મૃતદેહો સુપ્રત કર્યા હતા.
ચિઠોડા પાસે નદીના પુલ ઉપર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મોતને ભેટેલા આ બંને યુવાનો ભાઈબીજના દિવસે બાઈક ઉપર ચિઠોડા નજીક હાથમતી નદીના પુલ ઉપરથી પાદર થઈ રહ્યા હતા ત્યારે એક ચાલકે પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને આ બંને યુવાનોની બાઈકને ટક્કર મારતા ફરિયાદી ભીમાભાઇ ((રહે કારછા તા.ભિલોડા)ના દીકરા પીયુષ ભીમાભાઇ સવાભાઇ વાદી
તથા રાહુલભાઇ શંકરભાઇ વાદી રહે.પરવઠ તા. વિજયનગરવાળાને શરીરે જીવલેણ ઇજાઓ થતા બંનેના મોત નિપજ્યા હતા અકસ્માત બાદ પોતાના કબજાની આ કાર સ્થળ ઉપર મુકી કાર ચાલકે નાસી જઇ ગુન્હો આચરતા ચિઠોડા પોલીસ સ્ટેશનને આ ચોક વિરુદ્ધ ગુનો નોંધી પીઆઇ એસ આર્મ લાસને નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત ઉપરાંત અન્ય જુદા જુદા બે અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા જેમાં દિવાળીના દિવસે વિજયનગરના ખેરવાડા રોડ ઉપર બાઈક પરનો કાબૂ ગુમાવતાં રાજસ્થાનના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે નવા વર્ષના દિવસે આડા ખોખરા ગામની સીમમાં ઇકોકાર રોડની ખાઈમાં ખાબકતા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને અન્ય એકને ઈજા થઈ હતી.