જમીનો ગુમાવનારા અસરગ્રસ્તો પુનર્વસવાટની વ્યવસ્થાને અભાવે વણજના ખેડૂતો સરકારી લાભોથી વંચિત
વણજ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની સભા યોજાઈ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગરના વણજ ડેમમાં પોતાની મહામૂલી જમીન ગુમાવનારા આદિવાસી અસરગ્રસ્ત ખેડૂતોની એક સભા વણજ ખાતે યોજવામાં આવી હતી
જેમાં ૪૫ વર્ષે પૂર્વે બનેલા વણજ ડેમમાં પોતાની મહામૂલી જમીનો ગુમાવનારા ખેડૂત પરિવારોએ પોતાના સંતાનો પુનર્વસવાટની વ્યવસ્થાને અભાવે સરકારી લાભોથી વંચિત રહેતા હોવાના મુદ્દે નારાજગી સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ આ પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યાય માંગવાનું નક્કી થયું હતું.
૪૫ વર્ષ પૂર્વે આ વણજ ડેમ બન્યા બાદ આજ સુધી એના અસરગ્રસ્તોનું કોઈ પુનર્વસવાટ થવાને અભાવે આજે આદિવાસી ખેડૂતોના સંતાનો સરકારી લાભથી વંચિત રહે છે . અને પુનર્વસવાટ નહીં મળતા જમીન નહિ ધરાવતા હોવાના કારણે આદિવાસીઓને એમના સંતાનોને જાતિના દાખલા અને અન્ય લાભ મળતા નથી . જેમાં ૭/૧૨નાં ઉતારા માં ૭૩ ડબલ (એ )ની નોંધ પડતી નહીં હોવાથી આદિવાસી બાળકોને સરકારી કોઈપણ લાભો મળતા નથી એવી રજૂઆતો કરવામાં આવી હતી
આ સમસ્યા તમામ અસરગરતોને નડતરરૂપ હોવાથી એના નિરાકરણ માટે આજરોજ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની ઉપસ્થતિમાં તમામ અસરગ્રસ્ત ભાઈ બહેનોની એક સભા વણજ ખાતે મળી હતી જેમાં ઉપસ્થિત અસરગ્રસ્ત ભાઈ બહેનોએ પોતાની આપવીતી ભારે આક્રોશ સાથે રજુ કરી હતી અને આ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવા અને સરકારી લાભોથી વંચિત રહેતા આદિવાસી ખેડૂતોના બાળકોને.
જાતિના દાખલા મળે અને એમને તમામ સરકારી લાભો મળે એ માટે જમીનો ગુમાવન્ર ૨૨ ખેડૂતોનાનું પૂર્વસવાટ કરાવી ૭/૧૨નાં ઉતારા માં ૭૩ ડબલ (એ )”ની નોંધ પડે એ માટેની વ્યવસ્થા થાય એવી માગણી વધુ બુલંદ બનાવવા નક્કી થયું હતું.આ સભામાં એમના સાથે બનાસકાંઠા પ્રભારી મોરચો રાજુભાઈ વાઘેલા. સારોલી પૂર્વ સરપંચ પોપટભાઈ, નારણભાઈ, બિલાડીયા સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .સમગ્ર કાર્યક્રમમાં બાબુભાઈ ડામોરે ભારે જહેમત ઉઠાવી હતી