Western Times News

Gujarati News

વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ

અનેકવિધ વિકાસકાર્યાેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે

ગાંધીનગર, રાજ્ય સરકારના એક વર્ષના કાર્યકાળ પર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. જેમાં સીએમ ભૂપેન્દ્ર સરકારના એક વર્ષના તેમજ ભાજપ શાસનના બે દાયકાના લેખાંજાેખાં રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિશ્વાસથી વિકાસયાત્રામાં આવતીકાલ તા.૧૩મી સપ્ટે.ના રોજ અનેકવિધ વિકાસકાર્યાેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જેનું રાજ્યકક્ષાનું કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલાઓના આરોગ્યમાં સુધાર લાવવા માટે તેમજ તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ લાગુ કરી હતી.

આ જ દિશામાં આગળ વધીને જૂન ૨૦૨૨માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી. ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ ૨૦૨૨-૨૩) ૩,૩૮,૦૦૦ માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે.

રાજ્ય સરકારે ગુજરાતની લગભગ ૮૦% જનતાને આપ્યું કોવિડ વેક્સિનેશનનું સુરક્ષા કવચ ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં ગુજરાતને મળ્યા ૧૨.૪૩ કરોડથી વધુ વેક્સિનના ડોઝ. નવી નીતિઓથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે અગ્રેસર આઇટ બાયોટેક્નોલોજી અને રમતગમત ક્ષેત્રે નવી પોલિસીથી રોજગાર તેમજ ,કૌશલ્ય નિર્માણ થશે.

વર્ષ ૨૦૦૧ના સમયગાળા પહેલા ગુજરાત પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું. જે દિવસથી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે ગુજરાતના દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી પર્યાપ્ત પાણી પૂરું પાડવાને પોતાનું મિશન બનાવ્યું હતું

અને પોતાના નક્કર પ્રયાસ થકી તેમણે આ મિશન સાકાર પણ કરી બતાવ્યું. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આ મિશનને આગળ ધપાવી રહી છે. રાજ્યના ખૂણેખૂણામાં પાણી પહોંચાડવાની નેમને અનુસરીને ષ્ઠદ્બ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જૂન ૨૦૨૨માં મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો.

૧૦ જૂન, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એસ્ટોલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવ્યો, જેના થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના ૧૭૪ ગામડાઓ અને ૧૦૨૮ ફળિયાઓમાં રહેનારા ૪.૫૦ લાખ લોકોને પાણીનો લાભ મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સુધારવા પર ખૂબ ભાર મૂક્યો હતો. ખેડૂતોને સબસીડી આપવાથી માંડીને વીજળીનો અવિરત પુરવઠો પૂરો પાડવા સુધી તેમણે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા.

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપ વધારીને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં વિવિધ યોજનાઓ અને ર્નિણયો લાગૂ કર્યા છે. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય અને જંતુનાશક દવાઓના છંટકાવામાં સમયની પણ બચત થાય તે હેતૂથી, રાજ્ય સરકારે નેનો યુરીયા ખાતરને ડ્રોનની મદદથી છંટકાવ કરવા માટે રૂ. ૩૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.

ડીજીટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે ગુજરાતમાં નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા પહોંચતી કરવા માટે નેમને સાકાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેના માટે રાજ્યના આ વર્ષના બજેટમાં જાેગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યની ગણના દેશના શાંત અને સુરક્ષિત રાજ્યમાં થાય છે. કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે સરહદી એવા ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.