Western Times News

Gujarati News

“વિકીડાનો વરઘોડો”નું “દ્રાક્ષ ખાટી છે”, ગીત હવે આવી ગયું છે

નાના હતા ત્યારે દરેકે “દ્રાક્ષ ખાટી છે એ વાર્તા તો સાંભળી જ હશે. લાઈફમાં પણ એવું જ છે, જ્યારે આપણને જે જોઈએ તે મળતું નથી, ત્યારે આપણે કહીએ છીએ, જવાદો મને આનાથી વધારે સારુ મળશે.

જેનો અર્થ આપણા માટે સાદી ભાષામાં “ખાટી દ્રાક્ષ” એવો જ થાય છે. આપણને જે જોઈએ એ ના મળે એટલે આપણે એવું જ કહીએ દ્રાક્ષ ખાટી છે. વિકી સાથે પણ આવું જ છે પણ પ્રેમની બાબતમાં, આપણે શરૂઆતથી જાણ્યુ કે વિકીની લવલાઈફ થોડી વધારે ટ્રેજિક છે. તે જે છોકરીઓને પ્રેમ કરે છે એની પાસેથી તેને કયારેય પ્રેમ મળતો નથી.

તેઓ ક્યારેય એની લાગણીઓને સ્વીકારતી નથી. એટલે આપણા ચાર્મિગ વિકી માટે પ્રેમની “દ્રાક્ષ ખાટી છે” આવનારી ગુજરાતી ફિલ્મ “વિકીડાનો વરઘોડો”નું આ ગીત, “દ્રાક્ષ ખાટી છે” જે હમણાં જ લોંચ થયું છે.

એ વિકીની પરિસ્થિતિને, એની લાગણીઓને બરાબર વર્ણવે છે. જ્યારે તે જેને પ્રેમ કરે છે તે છોકરી પાસેથી તેને પ્રેમ ન મળે ત્યારે તેને કેવું લાગે છે એની આ ગીતમાં વાત છે. આપણો વિકી ખૂબ ચાર્મિંગ છે, પરંતુ પ્રેમમાં અનલકી છે.

“જતી હોય તો ભલે ને જતી દ્દ્રાક્ષ ખાટી છે,” આ લાઈન ગીતમાં  ઘણી વાર રીપીટ થાય છે, જે વિકીને સમજાવે છે કે છોકરી જાય છે તો જવાદે તને એનાથી પણ વધારે સારી મળશે, આ વાત આ ગીતમાં મનન દેસાઈ વિકીને સમજાવે છે. પણ જયારે ફાઈનલી વિકી સેટ થવા જાય છે ત્યારે ત્રણ કન્યામાંથી વિકીની બેટર હાફ કોણ હશે?

એ તો ફિલ્મ જોઈને જ ખબર પડશે. આ ફિલ્મ શરદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી છે, એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાન્વી પ્રોડક્શનના અજય શ્રોફ, વિકાસ અગ્રવાલ અને પંકજ કેશરૂવાલા તથા રિષિવ ફિલ્મ્સના આશિષ પટ્ટેલ અને નીરવ પટેલ વગેરે ફિલ્મના પ્રોડ્યુસર છે, સન આઉટડોર્સનાં પ્રિતેશ શાહ કો-પ્રોડ્યુસર છે.

રાહુલ ભોલે અને વિનિત કનોજિયા આ ફિલ્મના રાઈટર છે. આ એક ફન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર વિકીની લવ લાઈફની ટ્રેજિક સ્ટોરી છે. મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, ઝીનલ બેલાણી અને માનસી રાચ્છ છે. આ ગીત રાહુલ ભોલે અને ચેતન ધાનાણી દ્વારા લખવામાં આવ્યું છે. અલ્તાફ રાજા દ્વારા ગવાયુ છે.

આ ગીત સાંભળવામાં “કવ્વાલી” જેવું લાગે છે. ગીત તો સાંભળજો જ પણ બધી બાબતોમાં, 8મી જુલાઈ, 2022ના રોજ થીએટરમાં “વિકિડાનો વરઘોડો”માં જઈને ડાન્સ કરવાનું ભૂલતા નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.