Western Times News

Gujarati News

વિક્રમ સોલર 1500 કરોડના ફ્રેશ ઈશ્યુ માટે DRHP ફાઈલ કર્યુ

વિક્રમ સોલર લિમિટેડ (“વીએસએલ” અથવા “કંપની”) 31 ડિસેમ્બર, 2021 સુધી કાર્યકારી ક્ષમતા, સોલર ફોટો-વોલ્ટેઇક (“પીવી”) મોડ્યુલ્સના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી મોડ્યુલ ઉત્પાદકો પૈકીની એક (સ્તોત્રઃ ક્રિસિલ) કંપની છે. Vikram Solar files for IPO to raise funds for 2GW cell and module manufacturing facility

તથા એન્જિનીયરિંગ, પ્રોક્યુટરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (“ઇપીસી”) સેવાઓ તેમજ ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ (“ઓએન્ડએમ”) સેવાઓ પ્રદાન કરતી સંકલિત સૌર ઊર્જા સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. કંપનીએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે.

ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ)માં રૂ. 1,500 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 5,00,000 ઇક્વિટી શેર સુધીની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) સામેલ છે.

વીએસએલ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક સેલ્સ ઓફિસ અને ચીનમાં એક ખરીદી માટેની ઓફિસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવે છે તથા 31 ડિસેમ્બર, 2021 સુધી 32 દેશોમાં ગ્રાહકોને સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરતી હતી. ભારતમાં વીએસએલના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (“એનટીપીસી”),

રેઝ પાવર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટ બેંગાલ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વેસ્ટ બેંગાલ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કેવેન્ટર એગ્રો લિમિટેડ છે, તો આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં એમ્પ સોલર ડેવલપમેન્ટ ઇન્ક (વર્ષ 2019થી ગ્રાહક છે), સફારી એનર્જી એલએલસી, સ્ટાન્ડર્ડ સોલર ઇન્ક અને સધર્ન કરન્ટ સામેલ છે.

31 ડિસેમ્બર, 2021 વીએસએલ ₹4,870 કરોડની ઓર્ડર બુક (ફ્રેમવર્ક એગ્રીમેન્ટ/ઇરાદાપત્રો સહિત) ધરાવતી હતી, જેમાંથી ₹1,621 કરોડના પ્રોજેક્ટ/કામગીરી હાલ ચાલુ છે અને ₹3,248 કરોડના એવા પ્રોજેક્ટ છે, જેનો અમલ હજુ થવાનો બાકી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં ₹1,610 કરોડની આવક કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.