અજય દેવગનના કારણે વિક્રાંતની ફિલ્મ પોસ્ટપોન
મુંબઈ, દરેક ફિલ્મના પ્રોડ્યુસર્સ ઇચ્છે છે કે તેમની ફિલ્મની રિલીઝને કોઈ હરિફાઇ ન નડે અને તેમને કોઈની સાથે પોતાના થિએટર સ્ક્રિન વહેંચવા ન પડે. તેથી પ્રોડ્યુસર્સ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી હોય ત્યારે પોતાની ફિલ્મોને રિલીઝ કરવાનું ટાળે છે.
આ જ કારણથી ‘કલ્કિ’ના કારણે પહેલાં અજય દેવગનની ‘ઔરોં મેં કહાં દમ થા’ની રિલીઝ જુલાઈથી પાછળ ખસેડીને ૨ ઓગસ્ટ કરવામાં આવી. ત્યાર બાદ પણ આ ફિલ્મને સોલો રિલીઝ ન મળી. તેની સાથે હોલિવૂડ અને બોલિવૂડની કુલ ૩ ફિલ્મો રિલીઝ થઈ રહી હતી.
ત્યારે હવે ૨ ઓગસ્ટે જ રિલીઝ થનારી વિક્રાંત મેસ્સીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને અજયની ફિલ્મ સાથેનો ક્લેશ ટાળવા પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર,“ફિલ્મના મેકર્સ નવી રિલીઝ ડેટ વિશે વિચારી રહ્યા છે.
હવે આ ફિલ્મ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. એક કે બે અઠવાડિયામાં નવી તારીખ જાહેર કરશે. ફિલ્મના એક્ઝિબીટર્સને પણ આ તારીખ અંગે જાણ કરી દેવાશે.” આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ છે.
આ એક પોલ્ટિકલ થ્રિલર છે, જે ગોધરામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સળગેલી સાબરમતી એક્સ્પ્રેસની તપાસ કરી રહેલા બે પત્રકારો પર આધારીત છે. આ ફિલ્મ એકતા કપુર, અમુલ મોહન અને શુલ મોહન દ્વારા પ્રોડ્યુસ તેમજ રંજન ચંડેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
સૌથી પહેલાં આ ફિલ્મ ૩ મેના રોજ રિલીઝ થવની હતી પરંતુ સેન્સર બોર્ડે અમુક દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો અને સાથે ચૂંટણીપંચની આચારસંહિતા ભંગની શક્યતા પણ વ્યક્ત કરી હતી, જેથી આ ફિલ્મ ૧ જુને રિલીઝ કરવાનું સૂચવ્યું હતું.SS1MS