કેડસમા પાણીમાં થઈને ડાઘુઓ નનામી ઊંચકી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર
ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામના ગ્રામજનોએ રાજકીય નેતાઓ સહિત તંત્રને પણ રજુઆત કરી છે પરંતુ સમસ્યાનું સમાધાન થયું નથી.
(તસ્વીર:મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે અંતિમ સ્થાન તરફ જતાં રસ્તા પર નાળા ની સુવિધા નહિ હોવાથી લોકોએ જીવ ના જોખમે નદીના પાણીના વહેણમાંથી નનામી લઈ પસાર થવું પડી રહ્યું છે. આ અંગે ગ્રામજનોએ રાજકીય નેતાઓ સહિત તંત્રને પણ રજુઆત કરી છે પરંતુ સમસ્યાનું સમાધાન થયું નથી.
ગોધરા તાલુકાના અંદાજે 10, હજાર ની વસ્તી ધરાવતા વાવડી ખૂર્દ બે વિભાગમાં પહોંચેલું છે. એમાં વચ્ચેથી નદી પસાર થાય છે . દર ચોમાસે નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પસાર કરીને બામરોલી ખૂર્દના રહીશો અને વિદ્યાર્થીઓને અવર-જવર કરવી પડતી હોવાની મુશ્કેલીઓની વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે.
પરંતુ વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા આ નદી ઉપર નાળુ કે પુલ બનાવવા માટે બિલકુલ તૈયાર નથી ના આક્ષેપ વચ્ચે સ્થાનિકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે..જો કે આ અંતિમ વિધિ નું સ્થાન ગામ માંથી વહેતી એક નદીના પેલે પાર આવેલ છે
અને નદીની સામે પાર જવા માટે હાલમાં નદી પર નાળાની સુવિધા ન હોવાથી અંતિમ યાત્રા વખતે મૃત્યુ પામનાર વ્યક્તિની નનામીને લોકો ભેગા થઈ એક બીજાનો સહારો લીધા બાદ નદીના પાણીના મધ્યમાંથી કાઢી બાદમાં અંતિમ સ્થાને પહોંચાડતાં હોય છે.
આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને અહીંના સ્થાનિક લોકો એ નદી પાસે નાળા બનાવવા માટે ઠેર ઠેર રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એનું નિરાકરણ આવ્યું નથી.પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ સમસ્યા ના ઝડપી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરે અને અંત્યેષ્ટિ માટે લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરે એવી સ્થાનિકો એ માંગ કરી હતી.