Western Times News

Gujarati News

ક્રાંતિવીર વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભામાં શ્રદ્ધાંજલિ

ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Gandhinagar, ભારતીય સ્વાતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ તૈલચિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કેક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્ર સેવાને આપ્યું છે. તેમણે ઈંગ્લેન્ડમાં ફ્રી ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપી દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. બ્રિટીશ સરકારે સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરીને ૫૦ વર્ષની કેદની સજા કરી હતી. શ્રી વીર સાવરકરે ભારત દેશને અખંડીત રાખવા અને આઝાદી અપાવવા અથાક પ્રયત્નો કર્યા હતાજેને દેશ ક્યારેય ભૂલશે નહીં.

વિનાયક સાવરકરને અંગ્રેજાે દર માસે ૬૦નો પગાર ચુકવતા-ટ્‌વીટર પર સમર્થકો અને વિરોધીઓ સામ સામે

વિધાનસભાના અધ્યક્ષ શ્રી ચૌધરીએ અંદમાન નિકોબાર ખાતે આવેલી સેલ્યુલર જેલની તેમની મુલાકત સમયના પ્રસંગો યાદ કરી તમામે એક વાર આ જેલની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના ઈન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યા સહિતના ગુજરાત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ પણ તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.