વિનેશ ફોગાટે કુશ્તીથી લઈ લીધો સન્યાસ
દેશભરમાં ઓલિમ્પિક એસોસીએશન સામે ભારે રોષઃ ભારતે સત્તાવાર વાંધો નોંધાવ્યો-વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવાઈ-૧૦૦ ગ્રામ વધુ વજન ગોલ્ડ મેડલ પર ભારે પડ્યું
(એજન્સી)પેરિસ, ભારતીય રેસ્લર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ૧૪૦ કરોડ દેશવાસીઓની આશાનું પ્રતિક હતી. જોકે, એક જ રાતમાં આ ‘દંગલ ગર્લ’ સાથે રમાઈ ગઈ રમત! ઓલિમ્પિક ૨૦૨૪થી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર. મહિલા કુશ્તી ૫૦ કિગ્રા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટ મેડલની રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે. મેચ રમ્યા પહેલાં ફોગાટને કરી દેવામાં આવી ડિસક્વાલિફાય.
વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવાતાં આઝાદ સમાજ પાર્ટીના સાંસદે કોની પર ગુસ્સો ઉતાર્યો
#विनेश_फोगाट को Disqualified किए जाने
पर सांसद चंद्रशेखर रावण की दहाड़ 🔥🔥🔥 pic.twitter.com/Bv79e33wn3— Ravish Kumar ᴾᵃʳᵒᵈʸ © (@SirRavishFC) August 7, 2024
ઓવરવેઈટ એટલેકે, વધુ પડતા વજનને કારણે કમિટીએ વિનેશને ઠેરવી છે ગેરલાયક. આ અગાઉ તેણે ક્વાર્ટર ફાઈનલ પહેલા તેણે વિશ્વ ચેમ્પિયન જાપાનની સુસાકીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી, તેણે જીતની હેટ્રિક ફટકારીને ઇતિહાસ રચ્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. પરંતુ હવે તેને ૭ ઓગસ્ટની સવારે મોટો આંચકો લાગ્યો છે. ઓવરવેઈટને કારણે તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવાઈ હોવાના આઘાતજનક સમાચાર સામે આવ્યાં.
માત્ર ૧૦૦ ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે. એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, ‘તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
વિનેશ ફોગાટની મેડલ મેચ ૧૨ કલાક બાદ યોજાવાની હતી. મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો. પરંતુ ફાઈનલ મેચના ૧૨ કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. પરંતુ સોનાની આશા ફરી એકવાર ઠગારી નીવડી છે.
બુધવારે રાત્રે ૧૨.૫૦ વાગ્યે વિનેશ ફોગાટની ફાઇનલ મેચ સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. તેણીએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અલ્જેરિયાના ઇÂબ્તસેમ ડોડોઉને હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સારાએ ચીનની ફેંગ ઝીકીને ૭-૪થી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં સારાએ વિનેશ સાથે લડ્યા વિના જીત તરફ આગળ વધી છે.
📢 Breaking 📢
विनेश फोगाट ने कुश्ती से लिया संन्यास
सोशल मीडिया पर एक भावुक पोस्ट में लिखा “कुश्ती जीत गयी और मैं हार गयी ” #VineshPhogat #Retirement
#विनेश_फोगाट #Weightlifting pic.twitter.com/kKKEbmr2OG— विनीता जैन (@Vinita_Jain7) August 8, 2024
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં ભારતના ઓલિમ્પિક ખેલાડીઓને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું વજન ૫૦ કિલોની કેટેગરી સાથે મેળ નથી ખાતું. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી ૫૦ કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિગ્રાથી થોડોક જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માંથી અયોગ્ય જાહેર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ મહિલા કુસ્તી ૫૦ કિગ્રા વર્ગની ફાઇનલમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. હવે વિનેશ ફોગાટની સામે સેમિફાઇનલમાં હારનાર ક્યુબાની મહિલા રેસલર યુઝનેલિસ ગુઝમેન લોપેઝ ફાઇનલ રમશે. પહેલા જ રાઉન્ડમાં વિનેશનો મુકાબલો જાપાની રેસલર વાય સુસાકી સામે હતો. સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં પચાસ કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પરંતુ સૌથી મોટી વાત એ હતી કે આ વિશ્વની નંબર વન રેસલર આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યા બાદ એકપણ મેચ હારી નથી. સુસાકી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને ઓલિમ્પિક સુધી કુલ ૧૩ વખત ફાઈનલ રમી હતી અને દરેક વખતે ગોલ્ડ મેડલ સાથે પરત ફરતી હતી. સુસાકીએ વિનેશ સામે પ્રથમ ટાઈમ પીરિયડમાં એક પોઈન્ટ મેળવીને લીડ મેળવી હતી.
આ સમયગાળા દરમિયાન વિનેશને કોઈ પોઈન્ટ મળ્યા ન હતા. સુસાકીએ બીજા રાઉન્ડમાં પણ પોઈન્ટ મેળવ્યો હતો. વિનેશે મજબૂત પકડ વડે બે ટેકનિકલ પોઈન્ટ મેળવ્યા હતા. મુકાબલો ઘણો જ રોમાંચક બન્યો હતો અને અંતિમ ક્ષણોમાં વિનેશે બાજી મારી લીધી હતી અને ૩-૨થી મુકાબલો પોતાના નામે કર્યો હતો.