બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાનો ૬ ઓક્ટોબરે જન્મદિવસ
મુંબઈ, બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનો આજે એટલે કે ૬ ઓક્ટોબરે જન્મદિવસ છે. તે હવે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેમની સુપરહિટ ફિલ્મો આજે પણ દર્શકોને રોમાંચિત કરે છે.
સુપરસ્ટારે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા હતા. તેઓ એક એવા માણસ હતા, જેણે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં દર્શકોના હૃદયમાં પોતાની અલગ જ જગ્યા બનાવી હતી. તેમના અભિનયથી તેમણે લાખો ફેન્સની પ્રશંસા મેળવી અને તેઓ પોતાના સારા પ્રદર્શનથી હિંદી ઇન્ડસ્ટ્રીના સફળ સ્ટાર બની ગયા હતા.
જ્યારે તેઓ કારકિર્દીની ટોચ પર હતા ત્યારે વિનોદ ખન્નાએ પોતાનું સ્ટારડમ છોડીને સંન્યાસી જીવન પસંદ કર્યું હતું. આ પછી તેમને સેક્સી સાધુ કહેવામાં આવતા હતા. વિનોદ ખન્ના બોલિવૂડ છોડીને આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના અનુયાયી બની ગયા હતા.
તેમણે વર્ષ ૧૯૮૨માં પૂણેમાં ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ (ઓશો આશ્રમ)ની મુલાકાત લીધી હતી. તેઓ તેમના ગુરુ સાથે રહેવા માટે અમેરિકાના ઓરેગોનમાં રજનીશપુરમ ગયા હતા.
ડિસેમ્બર ૧૯૭૫માં જ્યારે વિનોદ ખન્નાએ ફિલ્મો છોડીને સંન્યાસી બનવાનો ર્નિણય કર્યો, ત્યારે બોલિવૂડમાં ભારે ચર્ચાઓ ફેલાઈ ગઈ હતી. તેમની સાથે કામ કરી રહેલા ઘણા ફિલ્મ નિર્માતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે દરમિયાન તેમને ‘સેક્સી સન્યાસી’ પણ કહેવામાં આવતા હતા.
એક ઇન્ટરવ્યુમાં વિનોદ ખન્નાએ કહ્યું હતું કે “ઓશોના શબ્દોએ તેમને એક શાશ્વત સત્ય સાથે પરિચય કરાવ્યોઃ મૃત્યુ”. ઓશોએ તેમનું નામ સ્વામી વિનોદ ભારતી રાખ્યું હતું. વિનોદ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ રજનીશપુરમમાં માળી તરીકે કામ કરતા હતા.
બગીચાની જાળવણી, પાણી, કાપણી, ટ્રીમિંગ, વાવેતર સહિતના છોડની સંભાળ રાખવી તે તેમનું કામ હતું. આ દરમિયાન તેઓ ટોયલેટ પણ સાફ કરતા હતા. વર્ષો સુધી બ્લેડર કેન્સર સામે ઝઝૂમ્યા બાદ વિનોદ ખન્નાએ આ દુનિયાને અલવિદા કહી એપ્રિલ ૨૭, ૨૦૧૭.
આ પહેલાં ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી. જર્મનીમાં પણ તેની સર્જરી થઈ હતી. આમ છતાં તેને બચાવી શકાયા નહીં. તે એક વખત પાકિસ્તાનના પેશાવરમાં પોતાના પૈતૃક ઘરે જવા માંગતા હતા.
પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં. તેમની લાંબી બોલીવૂડ કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓ એક સક્રિય રાજકારણી પણ હતા અને ગુરદાસપુર, પંજાબથી સાંસદ પણ હતા.SS1MS