વર્ષ ૨૦૨૫થી ટ્રાફિક નિયમોનો ભંગ પડશે મોંઘું
અમદાવાદ, સુરત પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
પરંતુ હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવા સુધીની કાર્યવાહી કરશે.ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડકાઈ પ્રાપ્ત વિગતો પ્રમાણે આવનારા નવા વર્ષમાં રાજ્ય સરકાર ટ્રાફિક નિયમન મુદ્દે વધુ સખતાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી રહી છે.
જેના ભાગ રૂપે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર અને મહાનગર પાલિકા સાથે ટ્રાફિક નિયમન વિશે બેઠક કરી વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવા માટેના નિર્ણય કર્યા હતા. આવનાર દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી દેવાઈ છે.SS1MS