ડાબેરીઓ દ્વારા ટેસ્લાના વાહન-ડીલરશિપ પર હિંસક હુમલા

સિએટલ, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં એલન મસ્કને વગદાર ભૂમિકા મળ્યા પછી અમેરિકા અને વિદેશમાં મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો લોગો ધરાવતી સંપત્તિઓ પર હિંસક હુમલામાં મોટો વધારો થયો છે. ટેસ્લાના શોરૂમ, વ્હિકલ સ્ટોક, ચા‹જગ સ્ટેશન અને ખાનગી માલિકીની ટેસ્લા કારને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.
તાજેતરમાં કેનેડામાં સલામતીના કારણોસર ટેસ્લાને ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી દૂર કરાઈ હતી.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી અને મસ્કને સરકારી ખર્ચમાં ઘટાડો કરતા નવા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા બનાવ્યા ત્યારથી ટેસ્લા પરના હુમલાઓમાં મોટો વધારો થયો છે.
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં લોકોના વિરોધ પ્રદર્શનનું સ્થળ સામાન્ય રીતે ટ્રમ્પની પ્રોપર્ટી રહેતી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ સ્થાન ટેસ્લાએ લીધું છે.અત્યાર સુધી મસ્કના ટીકાકારોએ ઉત્તર અમેરિકા અને યુરોપમાં ટેસ્લા ડીલરશીપ અને ફેક્ટરીઓ ખાતે ડઝનબંધ શાંતિપૂર્ણ દેખાવોનું કર્યાં છે.
મસ્ક સાથે ઝઘડો કરનારા અમેરિકાના એક સાંસદ સહિતના ઘણા લોકોએ પોતાની ટેસ્લા વેચી નાંખવાની પણ જાહેરાત કરી છે.કોલોરાડોમાં ગયા મહિને એક મહિલાએ પેટ્રોલ બોંબ ફેંકીને ટેસ્લા ડીલરશીપ પર હુમલો કર્યા હતો તેના પર “નાઝી કાર” લખ્યું હતું.
ગયા સપ્તાહે સાઉથ કેરોલિનામાં એક વ્યક્તિએ ટેસ્લા ચાર્જિસ સ્ટેશનને આગને હવાલે કર્યું હતું.પોર્ટલેન્ડ, ઓરેગોન અને સિએટલમ જેવા શહેરોમાં ટેસ્લાને ટાર્ગેટ બનાવવામાં આવી હોય તેવી મોટી ઘટનાઓ બની છે.
પોર્ટલેન્ડમાં ગયા અઠવાડિયે ટેસ્લાના શોરૂમ પર એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, ટેસ્લા પરના હુમલાની પ્રતિક્રિયા આપતા મસ્કે જણાવ્યું હતું કે આવા હુમલા ડાબેરી અબજોપતિના ફંડથી ડાબેરી સંગઠનો કરી રહ્યાં છે.SS1MS