અદાણી જૂથમાં સરકારી રોકાણ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન
(પ્રતિનિધિ)ભરૂચ, અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના જાેખમી રોકાણો સામે કોંગ્રેસ તપાસની માંગ સાથે જીમ્ૈં ની મેઈન બ્રાન્ચ ખાતે ભરૂચ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિકજામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા.પોલીસે દોડી આવી કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી.
અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના અત્યંત જાેખમી રોકાણો સામે કોંગ્રેસે સંસદ થી સડક સુધી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનના એલાનના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ SBIની મેઈન બ્રાન્ચ બહાર રોડ પર જ હાથ માં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા એક સમયે ચક્કાજામના દ્ર્શ્યો સર્જાયા હતા જેમાં એક ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ અન્ય આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.