દુષ્કર્મ કેસમાં આરોપીના આગોતરા જામીન ફગાવી દેતા ફરિયાદી યુવતીને ન્યાયની આશા જાગી ?!
આરોપી વિપુલ યુવતીની ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી બહારગામ ફરવા પણ લઈ ગયો અને પછી યુવતી અનુસૂચિત જાતિની હોઈ, લગ્ન કરી શકે તેમ નથી જણાવી બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા કાનૂની જંગ આગળ વધ્યો ?!
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ બી. બી. જાદવે ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં આરોપી વિપુલ નકુમના આગોતરા જામીન ફગાવી દેતા ફરિયાદી યુવતી હિતાંષીને ન્યાય મળવાની ઉમ્મીદ જાગી ?!
તસ્વીર અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના “ન્યાયમંદિર” ની તસ્વીર છે ! આ ન્યાયમંદિરમાં બીરાજતા ન્યાયાધીશો પણ બીજા નંબરના ભગવાન છે ! તેઓ ફરિયાદનું અને પુરાવાઓનું અવલોકન કરી ન્યાયધર્મ અદા કરે છે ! “ન્યાયધર્મ” અદા કરવાનો કર્તવ્ય ધર્મ અદા કરતા અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી બી. બી. જાદવે આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે !
આ કેસમાં અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ શ્રી સુધીરભાઈ બ્રહ્મભટ્ટે પણ યુવતીને ન્યાય મળે તે માટે મુખ્ય સરકારી વકીલ તરીકે પોતાનો ધર્મ અદા કર્યાે છે ! ત્યારે આખરી ફેંસલો આ પ્રકરણમાં અદાલત શું આપે છે ?! એ જોવાનું રહ્યું ?! શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં પણ “ધર્મ” અને “અધર્મ” અને “ન્યાયધર્મ” રૂપે અભિવ્યક્ત કરી છે !!
બીજી તસ્વીર નવરંગપુરા પોલીસ સ્ટેશનની છે તેમને પણ પોતાનો કર્તવ્ય ધર્મ અદા કરવાની ઉમદા તક આ કેસમાં છે ! “સત્ય શું છે” એ તો આખરી અદાલતના ફેંસલા પર નિર્ભર છે ???! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી ક્રિશ્ને કહ્યું છે કે, “સજજનોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા કર્તવ્ય ધર્મના સિધ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વંયમ દરેક યુગમાં પ્રગટ થાઉં છું”!! આજના આધુનિક લોકશાહી યુગમાં અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “ખરાં અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!!
મહાભારત યુગમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરનારા દુષ્ટ તત્વોનો જ નહી તે સમયે ‘ચુપ’ રહેનારાઓને પણ “કર્તવ્ય ધર્મ” ચૂકેલા ઠરાવીને તેમને પણ શ્રી ભગવાને સજા કરવાનો ઉપદેશ આપેલો ! આજના આધુનિક લોકશાહી યુગમાં શ્રી પરમેશ્વરે આ કામ “ન્યાય મંદિરમાં બિરાજતા ન્યાયાધીશોને સોંપ્યુ છે”!! અને ન્યાય પ્રક્રીયા સાથે જોડાયેલા તમામને સોંપ્યું છે !
અમદાવાદ શહેરમાં રહેતી અને નોકરી કરતી હિતાંષી (નામ બદલ્યું છે) તેણે કરેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, કથિત આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમે યુવતી સાથે તેની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલ અને ત્યારબાદ યુવતી અનુસૂચિત જાતિની હોઈ, તે લગ્ન કરી શકશે નહીં
તેવું જણાવી ફરી જતાં યુવતી પોતે ડીપ્રેશનમાંથી બહાર આવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તા. ૨૭-૧૧-૨૦૨૪ ના રોજ નોંધાવ્યા બાદ આરોપી યુવક વિપુલકુમાર કુરજીભાઈ નકુમે બીજી યુવતી સાથે હિમ્મતથી લગ્ન કરી લઈ અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં પોતાના વકીલશ્રી મારફતે આગોતરા જામીન માટે અરજી કરતાં આ સમગ્ર મુદ્દો ગુજરાતમાં ટોક ઓફ ધી ગુજરાત બન્યો છે ! પરંતુ અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી બી. બી. જાદવે આરોપીની આગોતરા જામીન ફગાવી દેતાં આરોપીના કરતુતોને ઝાટકો લાગ્યો છે !!
યુવતી હિતાંષીની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી ‘પ્રેમ’ કરવાનો દાવો કરનાર આરોપી યુવક વિપુલકુમાર કુરજીભાઈ નકુમ પાછળથી યુવતી અનુસૂચિત જાતિની હોઈ, લગ્ન કરવાની ના પાડી બીજી યુવતી સાથે લગ્ન કરી લઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતાં કોર્ટે વિપુલકુમાર કુરજીભાઈ નકુમની આગોતરા જામીન અરજી ફગાવી ?!
આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમ મૂળ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉલગવાન ગામનો વતની છે અને અગાઉ એલ.ડી. એન્જીનીયરીંગની હોસ્ટેલમાં બ્લોક નં. એચ ના રૂમ નં. ૧૧૧ માં રહેતો હતો ! કોરોના કાળ દરમ્યાન હોસ્ટેલ બંધ થઈ જતા અને રહેવાની સગવડ ન હોવાથી પોતાની મિત્ર યુવતી હિતાંષીને વાત કરતા યુવતી હિતાંષીએ પેતાના મકાન માલિકની પરમીશન લઈને પોતાના મિત્ર વિપુલને રહેવાની સગવડ કરી આપી
તો એક દિવસ યુવતી હિતાંષીની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી લેતાં યુવતી ડીપ્રેશનમાં આવી ગયેલ ! અને આરોપી વિપુલને આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં આરોપી વિપુલે જણાવેલ કે, તે યુવતીને “પ્રેમ” કરે છે અને તેની સાથે લગ્ન કરશે ! આથી યુવતીએ તેના પર ભરોસો રાખી ફરિયાદ કરેલ નહીં ! આ રીતે આ “લવસ્ટોરી” આગળ વધેલી !
યુવતી હિતાંષીએ તો પોતાના માતા-પિતાને વાત કરી “પ્રેમલગ્ન” કરવાની સંમતિ પણ મેળવી લીધેલ અને આરોપી વિપુલે લગ્ન કરવાની હા પાડતા અને વિપુલે પોતાના ઘરે પણ જાણ કરેલ ! અને બન્ને જણા ૭ મહિના સુધી સાથે રહ્યા હતાં ! પણ વિપુલનું “પ્રેમ” પ્રકરણ ચાલુ રાખ્યું હતું ! એટલું જ નહીં તા. ૦૪-૧૦-૨૦૨૨ ના રોજ યુવતીનો જન્મ દિવસ હોઈ, આરોપી ઉદેપુર ખાતે લઈ ગયેલ હતો ! જયાં વિપુલનો મેનેજર આશિષ પણ જોડે હતો ! અને તેઓ બે દિવસ ત્યાં રોકયેલ હતાં ! તેમજ મે-૨૦૨૩ માં વિપુલે યુવતની દ્વારકા ખાતે પણ લઈ ગયો હતો ! અને શારીરિક સબંધ બાંધેલ હોવાનું યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે!
આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમ આશરે તા. ૨૫-૦૬-૨૦૨૪ની આસપાસ પોતાના વતનમાં તેના માતાપિતા સાથે રહેવા ગયો અને ત્યારબાદ આરોપી વિપુલકુમાર નકુમે અચાનક યુવતી સાથે લગ્ન કરવાની ના પાડેલ અને જણાવેલ કે, તું અનુસૂચિત જાતિની હોય અને અમારાથી નીચી જાતિમાં આવતી હોય જેથી હું તારી સાથે લગ્ન કરી શકું નહીં ! અને ત્યારબાદ આરોપી વિપુલનો “પ્રેમ” પતી ગયો ! અને બીજી યુવતી સાથે લગ્ન કરી લઈ “હનીમુન” ની મજા માણી રહ્યો છે !
પરંતુ હિતાંષી “ન્યાય મેળવવા” માટે ઝઝુમી રહી છે ! અને યુવતીએ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં આરોપીને આગોતરા જામીન ન મળે તે માટે અને આરોપીને સજા થાય તે માટે કાનૂની જંગનો ધનુષ્ય ટંકાર કર્યાે છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.