અમદાવાદના દુષ્કર્મના આરોપીને ભાવનગર નજીકના ગામેથી ઝડપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો ?!
યુવતી સાથે ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી “પ્રેમમય લગ્ન”નું વચન આપી પાછળથી યુવતી અનુસૂચિત જાતિની અને આરોપી વિપુલકુમારથી નીચી જાતિની દર્શાવી લગ્ન કરવાનો ઈન્કાર કરી બીજી યુવતી સાથે લગ્ન કરી લઈ વિશ્વાસઘાત કરતા ફરિયાદ થઈ હતી
યુવતી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરે તો વિપુલના ટેકેદારોએ રૂપિયા પાંચ લાખની ઓફર કરતાં ફરિયાદી યુવતીએ ફરિયાદ કરવા વધુ મકકમ બની હતી ?!
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ બી. બી. જાદવે દુષ્કર્મના આરોપી વિપુલકુમાર નકુમના આગોતરા જામીન ફગાવી દેતા નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ આરોપીને ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉગલવાન ગામેથી ઝડપીને સાબરમતી જેલની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો ?!
તસ્વીર અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટની છે ! બીજી તસ્વીર સાબરમતી જેલની છે ! નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હિતાંષી (નામ બદલ્યું છે) એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તા. ૨૭-૧૧-૨૦૨૪ ના રોજ આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમ વિરૂધ્ધ ફરિયાદ કરી છે કે, વિપુલે તેની ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી “પ્રેમમય લગ્ન”નું વચન આપી પાછળથી યુવતી અનુસૂચિત જાતિની અને આરોપી વિપુલકુમારથી નીચી જાતિની દર્શાવી લગ્ન કરવાનો ઈન્કાર કરી
બીજી યુવતી સાથે લગ્ન કરી લઈ વિશ્વાસઘાત કરતા નવરંપુરા પેલીસે આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૭૩ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ પ્રતિબંધની કલમ- ૩(૨)(ફ), ૩(૧)(છ)(ૈં), ૩(૧)(છ)(ૈ) હેઠળ ગુન્હો રજીસ્ટર્ડ કરતાં આરોપીએ અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી !
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી બી. બી. જાદવે આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમજી આગોતરા જામીન ફગાવી દીધા બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનના એ.સી.પી. શ્રીના નેતૃત્વ હેઠળ તપાસ કરી ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉગલવાન ગામેથી આરોપી વિપુલકુમારને ઝડપી લઈ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતા આરોપી વિપુલકુમારને કોર્ટે સાબરમતી જેલની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપતા હિતાંષીને ન્યાય મળવાની આશા બંધાઈ છે !
આરોપીએ પોતાની વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટ ન થાય તે માટે કહેવાય છે કે, માતબર રકમની ઓફર કરી હતી ?! પણ હિતાંષીનો “પ્રેમ બિકાઉ” નથી ! એટલે વિપુલકુમાર કુરજીભાઈ નકુમના વચેટીયાની ઓફર હિતાંષીએ ઠુકરાવી દીધી હતી ?! એવું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે ! ઈન્સેન્ટ તસ્વીર આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમની છે આરોપી વિપુલકુમારને કોર્ટે સાબરમતી જેલની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
આરોપીએ યુવતી હિતાંષીની ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી પ્રેમ અને લગ્નનું વચન આપી પિડીતાને વારંવાર હવસનો ભોગ બનાવી પાછળથી તેને અનુસૂચિત જાતિની ગણાવી ત્યજી દઈ બીજે લગ્ન કરી લેતા નવરંગપુરા પોલીસે ગુન્હો રજીસ્ટર્ડ કર્યાે હતો ?!
ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એ. કે. સિક્રીએ કહ્યું છે કે, “બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”!! જયારે અમેરિકન મહિલા બીઝનેસ વુમન મેલિન્ડા બીલ ગેટસ કહે છે કે, “પોતાનો ખુદનો સ્વતંત્ર અવાજ હોય એ “સબળ સ્ત્રી” ની વ્યાખ્યા છે, પણ આ અવાજ શોધવો એ આજના યુગમાં સૌથી વધુ મુશ્કેલ છે”!! પરંતુ ભારતના બંધારણની કલમ-૨૩ અને ૨૪ દ્વારા શોષણ વિરૂધ્ધનો અધિકાર આપે છે
ત્યારે બંધારણ એ દેશનો સર્વાેપરી કાયદો છે તેનો અન્ય કાયદાઓનું વાંચન અને અર્થઘટન પણ દેશના બંધારણીય અધિકારોના પરિપ્રેક્ષ્યમાં થવું જેઈએ ! અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી બી. બી. જાદવે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી ! ત્યારબાદ નવરંગપુરા પાલીસ સ્ટેશનના એ.સી.પી.શ્રીના માર્ગદર્શન હેઠળ નવરંગપુરાના પોલીસ અધિકારીઓએ આરોપી વિપુલ કુરજીભાઈ નકુમને ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉગલવાન ગામેથી દબોચી લીધો હતો અને અદાલત સમક્ષ રજૂ કરતાં કોર્ટે વિપુલકુમાર કુરજીભાઈ નકુમને સાબરમતી જેલની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો ?!
ભારતમાં અને ગુજરાતમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ અને શારીરિક શોષણ કરી તેને ત્યજી દેવાના બનાવો વધ્યા છે અને ભારત વર્ષ ૨૦૨૩ સુધીના અભ્યાસમાં મહિલા સુરક્ષાના પ્રશ્ને ૧૨૮ માં ક્રમે પહોંચી જતાં અમદાવાદની હિતાંષી જેવી અનેક યુવતીઓ શારીરિક શોષણનો ભોગ બની રહી છે ?!
ગુજરાતમાં “બેટી પઢાઓ – બેટી બચાવો”ના સૂત્રોનો ફીયાસ્કો થતો જતો હોય તે રીતે યુવતીઓ સાથે સંવેદનાત્મક સબંધો ઉભા કરી જબરજસ્તીથી શારીરિક
સબંધ બાધી પોલીસ કેસ ના થાય તે માટે યુવતીને લગ્ન કરવાનું વચન આપી મનાવી લઈ લાંબો સમય હવસ સંતોશ્યા પછી યુવતીને ત્યજી દેવાના બનાવો દેશભરમાં અને ગુજરાતમાં વધ્યા છે ! અને ભારત આજે મહિલા સુરક્ષાની યાદીમાં ૧૨૮ મા સ્થાને પહોંચી ગયું છે ! ભારતમાં બંધારણની કલમ-૧૭ અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે !
અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મના કરે છે ! અને જો તે આચરવામાં આવે તો તેને કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગુન્હો ગણાશે ! અને બંધારણની કલમ-૨૩ અને ૨૪ કોઈની ઈચ્છા વિરૂધ્ધ જઈને માનવ દેહનો દુરઉપયોગ કરવાની મનાઈ ફરમાવે છે ! છતાં હિતાંષી (નામ બદલ્યું છે) જેવી યુવતીઓ શારીરિક શોષણ અને દુષ્કર્મનો ભોગ બની રહી છે, તેનું શું ?!
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં નોકરી કરી પોતાનું અને મહારાષ્ટ્રમાં રહેતાં પોતાના માતા-પિતાને મદદરૂપ થતી હિતાંષી નામની યુવતીને અમદાવાદમાં મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટમાં સાથે નોકરી કરતા આરોપી વિપુલકુમાર નકુમ સાથે દોસ્તી થઈ ગઈ !! કોરોનાના સમયે કથિત આરોપી વિપુલકુમાર નકુમને રહેવાના ફાંફા પડી જતાં દોસ્તીને નાતે પોતાના મકાન માલિકની સહમતી લઈ રહેવાનો આશરો આપ્યો તો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર એક રાત્રે આરોપી વિપુલકુમાર નકુમે હિતાંષીની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધ્યો !
ફરિયાદી હિતાંષીએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો આરોપી વિપુલકુમારે યુવતીને “પ્રેમ” કરે છે અને લગ્ન કરશે કહેતા યુવતી હિતાંષીએ યુવક પર ભરોસો મુકયો ?! એક દિવસ અચાનક આરોપી વિપુલકુમાર નકુમે યુવતી હિતાંષીને લગ્ન કરવાની એમ કહી ના પાડી કે “તું અનુસૂચિત જાતિની હોય અને અમારાથી નીચી જાતિમાં આવતી હોય જેથી હું તારી સાથે લગ્ન કરી શકું નહીં ?!” અને વિપુલકુમારે યુવતીને ત્યજી દીધી અને બીજે લગ્ન કરી લીધા અને હિતાંષી “આત્મહત્યા” કરવા સુધી ડીપ્રેશનમાં સરી પડી પણ પછી હિમ્મત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ?!
આરોપી વિપુલના સેસન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતાં નવરંગપુરા પોલીસે આરોપી વિપુલકુમાર કુરજીભાઈ નકુમને ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉગલવાન ગામેથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને સાબરમતી જેલની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપતા ચકચાર મચી ગઈ ?!
બાયરન નામના તત્વચિંતકે કહ્યું છે કે, “સ્ત્રીને માટે “પ્રેમ” એ તેનું સમગ્ર અÂસ્તત્વ છે ! પુરૂષ માટે માત્ર એક “પ્રસંગ” છે”!! જયારે ખલિલ જિબ્રાન નામના સાહિત્યકારે કહ્યું છે કે, “રૂમાલ આંસુ લુંછે છે ! “પ્રેમ” એ આંસુનું કારણ ભુંસે છે”!! પણ આજકાલ “પ્રેમ” જગતમાં ભાગ્યે જ પુજાય છે ! ફકત “પ્રેમ” નું ડિંડક “યુઝ એન્ડ થ્રો” માટે થાય છે કે શું ?!
કથિત આરોપી સામે હિતાંષીને પ્રેમ કરી તેનું શારીરિક શોષણ કરી ત્યજી દેનાર યુવક વિપુલકુમાર કુરજીભાઈ નકુમે લગ્ન નહીં કરી શકવાનું કારણ યુવતી “અનુસૂચિત જાતિ” ની હોય અને યુવકથી નીચી જાતિની હોય લગ્ન કરવાની મનાઈ ફરમાવી ?! તો શારીરિક સબંધ બાંધી લગ્ન કરવાનું વચન વિપુલકુમારે શેના આધારે આપેલું ?! બંધારણની કલમ-૧૭, ૨૪, ૨૫ વાંચતા આ તો યુવતીના મૂળભૂત અધિકારો પર કુઠારાઘાત થયો હોય તેમ ન કહેવાય ?!
આવા કિસ્સાઓને પોલીસ, સરકાર અને ન્યાયાલયો ગંભીરતાથી નહીં લે તો યુવતીઓનું શારીરિક શોષણ કરી અનૈતિકતા સાથે ત્યજી દઈને કાયદો હાથમાં લેવાનો અને ગુન્હો આચરવાનો છુટો દોર લોકોને મળી જશે ?! તો સમાજનું નૈતિક અદ્યપતન થશે તેથી આવા કિસ્સાની હકીકત હળવાશથી કઈ રીતે લઈ શકાય ?! સત્ય સુધી પહોંચવાનું કામ અદાલતનું છે ! પરંતુ સાથે બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાનું કામ પણ અદાલતોનું છે !!
યુવતી હિતાંષીને ન્યાય મળે તે માટે ગુજરાત ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને બાર કાઉÂન્સલના ચેરમેન જે. જે. પટેલે યુવતી પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતભાઈ ઠાકોરે પણ યુવતી સાથે થયેલા દુષ્કર્મ અંગે ચિંતા અભિવ્યક્ત કરી હતી અને ફરિયાદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડતા યુવતીને હવે ન્યાય મળવાની આશા સર્જાઈ છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.