Western Times News

Gujarati News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘ઓપરેશન સિંદુર’ પર આધારીત કલાત્મક રંગોળીથી રાષ્ટ્રભક્તિનો સંદેશ

અમદાવાદ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૭ મે, ૨૦૨૫ના રોજ વહીવટી ભવન ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબના માર્ગદર્શનથી ભારતીય વાયુ સેના દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાયેલ ‘ઓપરેશન સિંદુર’ ને સમર્પિત રંગોળી રજૂ કરવામાં આવી.

આ રંગોળીનું સર્જન ફાઈન આર્ટસના કો-ઓર્ડીનેટરશ્રી અંકિત ચાંગાવાલાના સંપૂર્ણ માર્ગદર્શનમાં  ફાઈન આર્ટસના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા રંગોળી આર્ટિસ્ટ શ્રી અમી દાનેચા તથા ઇન્ટીરીયર ડિઝાઇન વિભાગની વિદ્યાર્થીનીઓ મહેક બામણીયા અને ખુશી મહાત્મા, ઉમરીગર સ્કૂલની વિદ્યાર્થીનીઓ હેતાંશી ખત્રી અને નંદીની લપ્પાવાલા તેમજ DRB કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવ વાઘેલા દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ સજાવટશીલ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને દેશની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત ભારતીય વાયુ સેનાની ઉજવણી કરવાનું રહ્યું. રંગોળી દ્વારા ઓપરેશન સિંદુરમાં વાયુ સેનાએ દાખવેલા શૌર્ય અને વિરતાને દર્શાવવામાં આવી. આવી પ્રવૃત્તિઓ યુનિવર્સિટીનું સામાજિક અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રતિ એકદમ સકારાત્મક અભિગમ દર્શાવે છે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ તથા રાષ્ટ્ર ભક્તિની પ્રેરણાનું સિંચન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.