એક હાથમાં પત્નીનું કપાયેલું માથું, બીજા હાથમાં છરી અને હસતો ચહેરો
અહવાઝ, ગલીમાં પોતાની પત્નીનું કપાયેલું માથું બતાવતા એક વ્યક્તિના વાયરલ વીડિયોએ સમગ્ર ઈરાનને હચમચાવી નાખ્યું છે. જ્યારે આ વ્યક્તિને ખબર પડી કે તેની પત્નીનું કથિત રીતે અન્ય સાથે અફેર છે, ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને શંકા છે કે ૧૭ વર્ષની મોના હેદરીની તેના પતિ અને તના બહેનોઇ દ્વારા દક્ષિણ પશ્ચિમ શહેર અહવાઝમાં હત્યા કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસને ટાંકીને રાજ્યની સમાચાર એજન્સીએ અહેવાલ કહ્યું છે કે અધિકારીઓએ “તેમના ઠેકાણા પર દરોડા દરમિયાન” બે લોકોની ધરપકડ કરી હતી. આ મુદ્દાએ ઈરાનના મહિલા બાબતોના ઉપ-પ્રમુખ, એનસિહ ખઝાલીને સંસદમાં “તાત્કાલિક પગલાં” લેવા અને આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ લાવવા પ્રેરિત કર્યા.
ઈરાની અખબારો અને સોશિયલ મીડિયામાં હત્યા પર આઘાત અને ગુસ્સો જાેવા મળી રહ્યો છે, જેમાં ઘણા લોકો સામાજિક અને કાયદાકીય સુધારાની હાકલ કરી રહ્યા છે. સુધારાવાદી દૈનિક સાઝંદેગીએ જણાવ્યું હતું કે, “એક માણસનું માથું કાપી નાખવામાં આવ્યું હતું, તેનું માથું શેરીઓમાં બતાવવામાં આવ્યું હતું અને હત્યારાને તેના પર ગર્વ હતો.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આવી દુર્ઘટનાને આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? આપણે પગલાં લેવા જાેઈએ જેથી કરીને ફરી કોઈ મહિલા સાથે આવું ન થાય.”
લોકપ્રિય નારીવાદી ફિલ્મ નિર્માતા તહમિનેહ મિલાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મોના હૈદરી વિનાશક અજ્ઞાનતાનો શિકાર હતી. આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ.” હૈદરીની હત્યા બાદ, મહિલાઓને ઘરેલું હિંસા સામે રક્ષણ આપવા અને લગ્ન માટે કાયદેસરની ઉંમર વધારવા માટે કાયદામાં સુધારાની માંગ ફરી તેજ બની છે. હાલમાં ઈરાનમાં લગ્નની લઘુત્તમ ઉંમર ૧૩ વર્ષ છે.
ઈરાની મીડિયા અનુસાર પીડિતા માત્ર ૧૨ વર્ષની હતી જ્યારે તે પરિણીત હતી અને તેની હત્યા થઈ ત્યાં સુધીમાં તેને ત્રણ વર્ષનો પુત્ર હતો. વકીલ અલી મોજતાહેદઝાદેહે સુધારાવાદી પેપર શાર્ગમાં “ઓનર કિલિંગને પ્રોત્સાહન આપવા” માટે “કાનૂની છટકબારીઓ” ને દોષી ઠેરવી હતી.HS