તંત્રની બેદરકારી: વરસાદી નાળામાં કાર ખાબકી: ત્રણ મહિલા એક યુવાન ફસાયા

પ્રતિકાત્મક
(એજન્સી)વિરમગામ, વિરમગામમાં ખુલ્લી વરસાદી નાળા માથાના દુખાવો બન્યા છે. એસબીઆઇ બેન્ક પાસે આવેલા વરસાદી નાળામાં કાર ખાબકી હતી. આ સમયે કારમાં સવાર ત્રણ મહિલા એક યુવાન ગટરના પાણીમાં ફસાયા હતા, જેને વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ અને સ્થાનિક લોકોએ સહી સલામત બહાર કાઢી બચાવ્યા હતા.
વિરમગામ શહેરમાં રવિવાર રાત્રિના વીજળીના કડાકા અને ભડાકા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે એસબીઆઇ બેન્કની બહાર વરસાદી નાળુ આવેલું છે. આ નાળા ઉપરથી માંડલ, શંખેશ્વર, પાટડી તરફ જવાનો બાયપાસ રોડ પસાર થાય છે. આ નાળા ઉપર સરક્ષણ દિવાલ ન હોવાના કારણે માંડલ તરફ જઇ રહેલી ગાડી વરસાદી નાળામાં ખાબકી હતી
અને પરિવારના ચાર સભ્યો ગટરના પાણીમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કારની અંદર ત્રણ મહિલાને એક યુવાનને ગટરના પાણીમાંથી સહી સલામત બહાર કાઢયા હતા અને જેસીબીની મદદથી ગાડી બહાર કાઢી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
અવારનવાર શહેરમાંથી પસાર થતી વરસાદી ખુલ્લી ગટરમાં પશુઓને સાધનો ગટરમાં ખાબકયા છે ત્યારે એસબાઇ બેન્ક પાસે આવેલા નાળાની એસબીઆઇ બેન્ક બાજુ તેમજ ૩૫ સોસાયટીને જોડતા માર્ગ ઉપર સંરક્ષણ દિવાલ બનાવવાની પ્રબળ માગ ઉઠી છે. આ નાળાઉપરથી દરરોજ નિયમિત શહેરની ઓફિસના સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વાહનો દિવસ રાત્રિના પસાર થાય છે. છતાં નગરપાલિકા દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા ઠાક થૈયા કરવામાં આવી રહ્યા છે.