અમદાવાદ સ્ટેશન રીડેવલપમેન્ટ અને વિરમગામ-કટોસણ રોડ-બેચરાજી-મહેસાણા સેકશનનું નિરીક્ષણ
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર એ 11 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ સાઈટની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કામો ની સમીક્ષા કરી અને અમદાવાદ મંડળ ના અમદાવાદ-વિરમગામ-કટોસણ રોડ-બેચરાજી-રણુજ-મહેસાણા સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું.
મહાપ્રબંધક શ્રી મિશ્રએ અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ સાઇટની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કામોની સમીક્ષા કરી હતી અને રિડેવલપમેન્ટના કામની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી તથા અમદાવાદ મંડળ ના અમદાવાદ-વિરમગામ-કટોસણ રોડ-બેચરાજી-રણુજ-મહેસાણા સેક્શનના વિન્ડો ટ્રેઇલિંગ સંરક્ષા નિરીક્ષણ કર્યું.
જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કાર્ય, રેલવે ટ્રેક, લેવલ ક્રોસીંગ, મહત્વપૂર્ણ અને નાના પુલો,પોઈન્ટ ક્રોસીંગ વગેરેનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું.તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ સંરક્ષા પાસાઓની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી યોગ્ય સૂચનાઓ પણ આપી હતી.
આ દરમિયાન મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્મા અને અમદાવાદ મંડળ ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.