વિરમગામમાં જુગારના અડ્ડા પર રેડઃ બે જુગારી પોલીસ પકડમાંથી ભાગ્યા
એક જુગારીને પકડી પોલીસે ગુનો નોંધી ફરાર લોકોને પકડવા તજવીજ હાથ ધરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યની વિરમગામ રૂરલ પોલીસે જુગારના અડ્ડો પર રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને ૧રમાંથી નવ જુગારી નાસી ગયા હતા. જયારે પોલીસે ત્રણ જુગારી ઝડપી પાડયા હતા. પકડાયેલા જુગારીઓએ બુમાબુમ કરીને પોલીસ અમને પકડી જાય છે, બધા માણસોને લઈને આવો તેમ કહેતા ર૦થીરપ માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
આ ટોળાને પોલીસને ઘેરીને હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી જુગાર તો રમવાનો જ છે અને પકડાયેલા લોકોને લઈ નથી જવાના તમારાથી થાય તે કરી લો તેમ કહીને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. બાદમાં ટોળામાંથી એક સ્ત્રીએ આવીને તેના પતિને પકડવા બાબતે વિરોધ કરતા તકનો લાભ લઈને બે જુગારીઓ પોલીસ પકડમાંથી જ ભાગી ગયા હતા. જેથી વિરમગામ રૂરલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી ફરાર લોકોને શોધવા તજવીજ હાથ ધરી છે.
વિરમગામ રૂરલ પોલીસ પેટ્રોલીગમાં હતી ત્યારે ઈનાયતપુરાના વણી ગામમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળી હતી. જેને લઈને પોલીસે લોલાડીયા વાસમાં રેડ કરતા ભાવેશ સોલંકી બાબુ ઉર્ફે બબાજી, ઠાકોર, માનસંગ ઠાકોર ઝડપાઈ ગયા હતા. જયારે અન્ય આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને રીક્ષામાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે આરોપીઓએ બુમાબુમ કરી હતી.
પોલીસ અમને પકડી જાય છે. બધા માણસોને લઈને આવો તેમ કહેતા ર૦થીરપ માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી અને બાદમાં હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી જુગાર તો રમવાનો જ છે. પકડાયેલા લોકોને લઈ નથી જવાના તમારાથી થાય તે કરી લો તેમ કહીને ઘર્ષણ કરીને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.
ત્યાં ટોળામાંથી એક સ્ત્રીએ આવીને મારા પતિને કેમ લઈ જાવ તેમ કહેતા બાબુ અને માનસંગને પોલીસના હાથમાંથી ખેચીને છોડાવીને ભગાડી દીધા હતા. આખરે પોલીસે ભાવેશને પકડી રાખીને આ મામલે ભાવેશ સોલંકી, બાબુ ઉર્ફે, બબાજી ઠાકોર, માનસંગ ઠાકોર, મેહુલ ઠાકોર, મહેશ ઠાકોર, રાજેશ ઠાકોર, ચેતન ઠાકોર સામા ઠાકોર અઅને કરશન ઠાકોર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ જુગારનો અડ્ડામાંથી કુલ રૂ.૧૮ હજારનો મુદામાલ પણ કબજે કર્યો હતો.