ઘરઆંગણે ૨૦૦ ઈન્ટરનેશનલ રમનારો વિરાટ ૧૩મો ખેલાડી
ઈન્દોર, ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ મેદાન પર ઉતરતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ મામલામાં કોહલી મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકરની ક્લબમાં જાેડાઈ ગયો હતો.
વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટને જાેડીને ઘરઆંગણે ૨૦૦ મેચ રમનાર ભારતનો ત્રીજાે અને વિશ્વનો ૧૩મો ખેલાડી બન્યો હતો. આ પહેલા ભારત તરફથી સચિને ઘરઆંગણે ટેસ્ટ, વનડે અને ટી-૨૦ સહિત ૨૫૮ મેચ રમી હતી. આ ઉપરાંત ભારતના પૂર્વ કેપ્ટન ધોનીએ ઘર આંગણે ત્રણેય ફોર્મેટ સહિત ૨૦૨ મેચ રમી હતી. વિશ્વમાં ઘર આંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર એલન બોર્ડરના નામે છે.
બોર્ડરે ઘરઆંગણે ૨૬૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે ૯૮૧૧ રન બનાવ્યા છે. ભારતના તેંડુલકર આ યાદીમાં બીજા નંબર પર છે. તેંડુલકરે ૨૫૮ ઘર આંગણાની મેચોમાં ૧૪૧૯૨ રન બનાવ્યા છે. શ્રીલંકાના મહેલા જયવર્દને અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ ઘર આંગણે ૨૪૯-૨૪૯ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. જયવર્દનેએ ૨૪૯ મેચમાં ૧૧૬૭૯ અને પોન્ટિંગે ૧૩૧૧૭ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોએ ઘર આંગણે ૨૪૨ મેચમાં ૮૮૭૫ રન બનાવ્યા છે. SS2.PG