અનુષ્કા અને પુત્રને છોડીને વિરાટ અને વામિકા લંચ માટે ગયા
નવી દિલ્હી, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૫ ફેબ્રુઆરીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. તેને તેના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી. તેમાં બાળકના નામનો પણ ઉલ્લેખ હતો. તેમના લિટલ ચેમ્પિયનનું નામ અકાય છે.
ત્યારથી અત્યાર સુધી આ કપલ માત્ર લંડનમાં જ સમય વિતાવી રહ્યું છે. હવે વિરાટ કોહલી અને તેની દીકરી વામિકાની લંડનમાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આમાં વામિકા તેના પિતા સાથે લંચ કરતી જોવા મળી રહી છે. આ તસવીર Rediff પર શેર કરવામાં આવી છે, જેમાં વામિકા અને વિરાટ કોહલી સાથે છે. લોકો આ ફોટો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે “હું જાણું છું કે અમે તેને ફક્ત પાછળથી જ જોઈ શકીએ છીએ પરંતુ તે ખૂબ જ સુંદર લાગે છે. તેના વાળ ખૂબ જ સુંદર છે, વિરાટ કોહલી ખૂબ સારા પિતા અને પતિ છે.
આ સિવાય અન્ય એક યુઝરે વિરાટ અને અનુષ્કાના ભારત પાછા આવવા પર કોમેન્ટ કરી છે કે “ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે. જ્યારે અન્ય એક યુઝરે વિરાટના વખાણ કરતા લખ્યું કે, “પાપા મોટી દીકરીને બહાર લઈ જઈ રહ્યા છે જેથી મા અને નાના બાળકનો સારો સમય પસાર થઈ શકે. તે ખૂબ જ સુંદર છે, એટલે કે બહુ ઓછા લોકો આવું કરે છે.”
ફોટામાં વામિકાએ બ્લૂ અને વ્હાઈટ ચેક સ્વેટર પહેર્યું છે અને તેણે તેના લાંબા વાળ પોનીટેલ કર્યા છે. ફેન્સ પણ વામિકાના વાળના ખૂબ વખાણ કરી રહ્યા છે.
વાયરલ ફોટો જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા કે તે આટલી મોટી થઈ ગઈ છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમના જન્મના ૫ દિવસ પછી તેમના બીજા બાળક અકાય વિશે જણાવ્યું હતું.
આ સાથે તેને અનુષ્કાની પ્રેગ્નેન્સીના સમાચાર પણ બધાથી છુપાવીને રાખ્યા હતા. આ કપલે વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. આ પછી ૨૦૨૧માં અનુષ્કાએ વામિકાને જન્મ આપ્યો. હવે કપલે વામિકાના ભાઈ અકાયનું સ્વાગત કર્યું. આ કપલ હવે બે બાળકોના માતા-પિતા છે.SS1MS