વિરાટ કમાણીના મામલે અનુષ્કા કરતા ઘણો આગળ
મુંબઈ, વિરાટ કોહલીની કમાણીની વાત કરીએ તો તેનું નામ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. ફાઇનાÂન્શયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ક્રિકેટરની કુલ સંપત્તિ ૧૦૫૦ કરોડ રૂપિયા છે. તેને BCCI તરફથી વાર્ષિક ૭ કરોડ રૂપિયા મળે છે.
આ સિવાય વિરાટ ઘણી મોટી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, જેના કારણે તે ઘણી કમાણી કરે છે. કોહલી એક એડ માટે ૭.૫ કરોડથી ૧૦ કરોડ રૂપિયા લે છે. આટલું જ નહીં, વિરાટ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણી બધી કમાણી કરે છે.
ડીએનએના અહેવાલ મુજબ, વિરાટ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ ૮.૯ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે કોહલીનું નામ ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે. વિરાટને પણ મોંઘી કારનો શોખ છે. તેની પાસે ઓડી Q૭, જી૫, જેવી ઘણી મોંઘી કારોનું કલેક્શન છે, જેની કિંમત કરોડોમાં છે.
આ સિવાય કોહલી મુંબઈમાં ‘વન૮ કમ્યૂન’ નામની રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. અનુષ્કા શર્માની વાત કરીએ તો ડીએનએના રિપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ ૨૫૦-૩૦૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. અભિનેત્રીની વાર્ષિક કમાણી ૪૫ કરોડ રૂપિયાથી વધુ છે.
અનુષ્કા એક ફિલ્મ માટે ૭ કરોડ રૂપિયા સુધી ફી લે છે. ફિલ્મો ઉપરાંત અનુષ્કા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી એવી કમાણી કરે છે. તે એક એડ માટે ૫-૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી કમાણીના મામલે પત્ની અનુષ્કા શર્મા કરતા ઘણો આગળ છે.SS1MS