વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વેકેશન મોડમાં છે
નવી દિલ્હી, ઈંગ્લેન્ડના મહત્વના પ્રવાસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી વેકેશન પર છે. આઈપીએલ-૨૦૨૨ બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી૨૦ સીરિઝ રમી રહી છે. જે માટે બીસીસીઆઈએ વિરાટ કોહલી સહિત મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે.
Virat Kohli is in vacation mode before the England tour
કોહલી હાલમાં વેકેશન પર છે અને તેણે સોમવારે પોતાના ટિ્વટર પેજ પર બીચ પર આરામ ફરમાવી રહેલી પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી. ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ જવાની છે.
આ સીરિઝ ૨૦૨૧માં રમાઈ જેમાં ચાર ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ હતી. જ્યારે પાંચમી ટેસ્ટ કોરોના વાયરસના કારણે રદ્દ કરવામાં આવી હતી. જે હવે આગામી મહિને રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક જુલાઈએ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ત્રણ ટી૨૦ મેચ અને વન-ડે સીરિઝ રમાશે.
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની સીરિઝમાં હાલમાં ટીમ ઈન્ડિયા ૨-૧થી આગળ છે. જાે તે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતી જશે અથવા તો ડ્રો જશે તો ટીમ ઈન્ડિયા ૧૫ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમ સીરિઝ જીતશે. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ બની જશે.
ભારતે છેલ્લે ૨૦૦૭માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. રસપ્રદ વાત એ છે કે ભારતે ૨૦૦૭માં રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટેસ્ટ સીરિઝ જીતી હતી જ્યારે આ વખતે રાહુલ દ્રવિડ ટીમનો હેડ કોચ છે. ભારત ૨૦૨૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું ત્યારે વિરાટ કોહલી સુકાની હતો પરંતુ પાંચમી ટેસ્ટમાં ટીમ રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં નથી.
કોહલી આઈપીએલ-૨૦૨૨માં રમ્યો હતો પરંતુ તેનું ફોર્મ અત્યંત કંગાળ રહ્યું હતું. કોહલીએ ૧૬ મેચમાં ૩૪૧ રન નોંધાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ સામે ૭૩ રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. તેણે બે અડધી સદી ફટકારી હતી અને આ બંને સદી તેણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જ ફટકારી હતી. આઈપીએલ-૨૦૨૨માં કોહલી ત્રણ વખત ગોલ્ડન ડક એટલે કે પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો.SS1MS