Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાની મહિલા પત્રકાર પર વિરાટ કોહલી ભડક્યો

નવી દિલ્હી, આજે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનથી મેલબોર્ન જવા માટે નીકળી હતી. જો કે આ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયાની એક મહિલા ટીવી પત્રકાર પર ભડક્યો હતો.

રિપોર્ટમાં દાવો કર્યાે છે કે ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલાં વિરાટ કોહલી મેલબોર્નમાં એક ઓસ્ટ્રેલિયન ટીવી પત્રકાર પર કથિત રીતે ગુસ્સે થયો હતો. વિરાટને કેમ અચાનક ગુસ્સો આવ્યો? આનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો.

મહિલા પત્રકારે કહ્યું કે, કેમેરા જોઈને કોહલી ગુસ્સે થઈ ગયો. તેને લાગ્યું કે મીડિયા તેનાં બાળકો સાથે તેની તસવીરો ખેંચી રહ્યું છે. આ એક ગેરસમજ છે.

જ્યારે કોહલીએ જણાવ્યું હતું કે, બાળકો સાથે મારે થોડી પ્રાઇવસીની જરૂર છે, તમે મને પૂછ્યા વિના ફોટા લઈ શકતા નથી.મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી. વિરાટની મહિલા પત્રકાર સાથે તેના પરિવારની તસવીરો લેવાના મુદ્દે ચર્ચા થઈ હતી.

વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા કોહલી અને અકાય કોહલી સાથે મેલબોર્ન એરપોર્ટ પર ઊતર્યાે હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન ચેનલ ‘ચેનલ ૭’ના એક પત્રકારે તેનો વીડિયો બનાવ્યો, જેના પર વિરાટ ગુસ્સે થઈ ગયો.વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો ચલાવે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી.

આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આગામી ટેસ્ટ ૨૬મી ડિસેમ્બર (બોક્સિંગ ડે)થી યોજાશે.

અગાઉ, ૧૮ ડિસેમ્બરે રમાયેલી ગાબા ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં ૪૪૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ પ્રથમ દાવમાં ૨૬૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ ૮૯ રન પર ડિકલેર કર્યાે હતો.

આ રીતે ભારતીય ટીમને જીતવા માટે ૨૭૫ રનનો સ્કોર મળ્યો હતો. પરંતુ જ્યારે ભારતનો સ્કોર ૮/૦ હતો ત્યારે વરસાદને કારણે મેચ પાંચમા દિવસે રમાઈ શકી ન હતી, બાદમાં મેચ ડ્રો જાહેર થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.