Western Times News

Gujarati News

પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી વિરાટ કોહલી સાસરિયે પહોંચ્યો

મુંબઈ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ત્યારબાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માએ પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. હવે બંને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

જેમાં અનુષ્કા શર્મા અને વિરાટ તેમના બંને બાળકો સાથે અનુષ્કા શર્માની માતા ઘરે પહોંચે છે, જ્યારે અનુષ્કાની માતા તરત જ અકાયને ખોળામાં લે છે અને વામિકા પણ ખુશીથી કૂદતી જોવા મળે છે. બધા ખૂબ ખુશ દેખાય છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના સુખી પરિવારના આ વીડિયો ચાહકોનો પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ૧૨મી મેના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે, જે બાદ હવે તે ફક્ત ટીમ ઈન્ડિયા માટે વનડે ક્રિકેટમાં જ રમતો જોવા મળશે.

હાલમાં તે આઈપીએલમાં આરસીબી માટે રમી રહ્યો છે. આરસીબીની આગામી મેચ ૧૭ મેના રોજ બેંગ્લુરુમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.