Western Times News

Gujarati News

#BorderGavaskarTrophy: વિરાટ કોહલીએ છેલ્લી ટેસ્ટ મેચમાં સદી ફટકારી

#BorderGavaskarTrophy2023 #Ahmedabad

અમદાવાદ, ભારતીય ટીમના મુખ્ય બેટ્‌સમેન વિરાટ કોહલીએ ૨૩ નવેમ્બર ૨૦૧૯માં ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી ફટકારી હતી.

કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુદ્ધ ડે નાઈટ ટેસ્ટમાં વિરાટે સદી ફટકારી હતી. હવે ત્રણ વર્ષ અને ત્રણ મહિના અને ૧૭ દિવસની રાહ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટમાં સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ તેની ૨૮મી ટેસ્ટ સદી છે. Virat Kohli scored a century in the last Test match

વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં ૨૮મી સદી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે સાતમી વખત ત્રણ આંકડાના સ્કોર સુધી પહોચ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે ૭૫મી વખત સદી ફટકારી છે. ચોથા દિવસના લંચ બાદ વિરાટ કોહલીએ ૨૪૧ બોલ રમીને પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કરવા માટે વિરાટ કોહલીએ માત્ર પાંચ જ ચોગા ફટકાર્યા હતા. મોટાભાગના રન તેણે વિકેટ વચ્ચે દોડીને લીધા હતા.

વિરાટ કોહલીએ મેચના ચોથા દિવસે એટલે કે આજે ધીમી બેટિંગ કરી હતી. તેણે પહેલાં સેશનમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી નહોતી.

પિચથી પણ બોલરોને મદદ મળી રહી હતી. પરંતુ વિરાટે પોતાનું ધૈર્ય ગુમાવ્યું નહીં અને ટેસ્ટમાં ત્રણ વર્ષથી વધુ સમય બાદ સદી ફટકારી ગતી. જાે કે, ગયા વર્ષે તેણે અફઘાનિસ્તાન વિરુદ્ધની ટી૨૦ મેચ અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરુઆતાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સદી ફટકારી હતી.

છેલ્લાં ત્રણ વર્ષોથી ટેસ્ટમાં વિરાટ કોહલીનું બેટ સંપૂર્ણ રીતે શાંત જાેવા મળ્યું હતું. તેણે ૨૦૨૦માં ૧૯.૩૩ની એવરેજથી ૧૧૬, ૨૦૨૧માં ૨૮,૨૧ના એવરેજતી ૫૩૬ અને ૨૦૨૨માં ૨૬.૫ની એવરેજથી ૨૬૫ રન બનાવ્યા હતા. છેલ્લી પંદર ઈનિંગમાં તે ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી.

આ વર્ષની શરુઆત વિરાટ કોહલી માટે સારી નહોતી. બોર્ડર ગવાસ્કર સીરિઝના પહેલાં ત્રણ મુકાબલામાં વિરાટે ૧૧૧ રન બનાવ્યા હતા. સીરિઝમાં ડેબ્યૂ કરી રહેલાં ટોડ મર્ફીએ તેને પરેશાન પણ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.