વિરાટ કોહલી દીકરીને ખભે બેસાડીને ટ્રેકિંગ પર ઉપડ્યો
મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ દીકરી વામિકા સાથે ઋષિકેશમાં છે. આધ્યાત્મિક ટ્રીપ પર નીકળેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઉત્તરાખંડના એક આશ્રમમાં રોકાયા હતા. જે બાદ તેઓ પોતાની દીકરી સાથે ટ્રેકિંગ પર નીકળ્યા હતા.
બુધવારે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર ટ્રેકિંગની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં જાેઈ શકાય છે કે, તેઓ પર્વત ચઢી રહ્યા છે ત્યારે વિરાટે વામિકાને ખભા પર બેસાડી દીધી. અનુષ્કાએ ટ્રેકિંગની શેર કરેલી તસવીરોમાં વામિકાને હાઈકિંગ બેકપેકમાં બેસાડવામાં આવી છે.
વિરાટ તેને ખભે બેસાડીને લઈ જઈ રહ્યો છે. એક તસવીરમાં ઝરણાં પાસે પાણીમાં હાથ બોળતી દેખાઈ રહી છે અને વિરાટે તેને પકડી છે. આ તસવીરો શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, “પર્વતો વચ્ચે એક પર્વત છે અને તેના શિખર પર કોઈ નથી.”
આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ પણ હાર્ટ ઈમોજી દ્વારા ફોટોઝ પર પ્રતિક્રિયા આપી હતી. અગાઉ અનુષ્કા શર્માએ પોતાની ધ્યાન કરતી એક તસવીર શેર કરી હતી. જેમાં તે ઝરણાં પાસે બેસીને ધ્યાન ધરી રહી છે. આ તસવીર શેર કરતાં તેણે બાબા નીમ કરોલીનું એક વાક્ય લખ્યું છે, ‘શું તમને દેખાતું નથી, અહીં બધું જ પર્ફેક્ટ છે. વિરાટ કોહલીએ પણ ટ્રેકિંગની એક તસવીર શેર કરી છે.
જેમાં આગળ અનુષ્કા જઈ રહી છે અને પાછળ વિરાટ-વામિકા છે. આ તસવીરો શેર કરતાં વિરાટે હાર્ટ ઈમોજી કેપ્શનમાં મૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કા ઋષિકેશમાં સ્વામી દયાનંદગીરીના આશ્રમમાં રોકાયા હતા.
કપલે અહીં ધાર્મિક વિધિ કરી હતી તેમજ ભંડારાનું પણ આયોજન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા વિરાટ કોહલી પત્ની અને દીકરી સાથે ઋષિકેશમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. SS1MS