લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ: ટેસ્ટમાં ફેલ થનારી મહિલાઓની હત્યા
સૌથી ખૌફનાક વાત એ છે કે વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થનારી મહિલાઓની હત્યા કરવામાં આવતી હોવાના પણ ઘણા કિસ્સા છે
નવી દિલ્હી, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓને અનેક ગેરમાન્યતાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક વર્જિનિટી છે. ભારતમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં લોકો લગ્ન પહેલા યુવતીનો વર્જિનિટી ટેસ્ટ કરાવે છે, જ્યારે પુરૂષો માટે આવો કોઈ સ્કેલ નક્કી કરવામાં આવ્યો નથી.
જાે કે, સમયની સાથે આ બાબતમાં ઘટાડો થયો છે, પરંતુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. હજુ પણ એવા ઘણા દેશો છે જ્યાં લગ્ન પહેલા યુવતીનો વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે અને તેના આધારે તેની સાથે લગ્ન કરવા કે નહીં તે નક્કી કરવામાં આવે છે.
આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દહેજ પણ વર્જિનિટી ટેસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. આ વાત ઈરાનની છે. ઈરાનમાં રહેતી હજારો મહિલાઓ અને યુવતીઓ માટે લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ કોઈપણ તબીબી આધાર વિના કરવામાં આવે છે.
જે મહિલાઓ આ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તેમને હાઈમેન રિપેર સર્જરી માટે ફરજ પાડવામાં આવે છે. સૌથી ખૌફનાક વાત એ છે, વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થનારી મહિલાઓની હત્યા કરવામાં આવતી હોવાના પણ ઘણા કિસ્સા છે. વર્જિનિટી ટેસ્ટ માટે કોઈ મેડિકલ આધાર નથી,
પરંતુ ઈરાનમાં રહેતા લોકો યુવતી પર આ ટેસ્ટ કરાવવા માટે દબાણ કરે છે. આ વર્જિનિટી ટેસ્ટ બાબતે ઈરાની મહિલાઓનું કહેવું છે કે, તેમને આ કેરેક્ટર સર્ટિફિકેટ બિલકુલ પસંદ નથી કારણ કે તેઓએ તેના માટેના વિચિત્ર ટેસ્ટ કરાવા પડે છે. ક્લિનિકમાં વર્જિનિટી ટેસ્ટ માટે ગયેલી એક મહિલાએ જણાવ્યું કે, તેને અહીં આવવું બિલકુલ પસંદ નથી.
પરંતુ પરિવારના દબાણને કારણે તેણે આવું કરવું પડ્યું છે. ઈરાનમાં રહેતી અન્ય એક મહિલાએ કહ્યું કે વર્જિનિટીનો પુરાવો આપવો એ મારા ચારિત્ર્યનું અપમાન છે. આ એક રીતે મારી ગોપનીયતા પર પ્રહાર અને જાતીય સતામણી છે. વર્જિનિટી ટેસ્ટ અંગે રેડિયો ફ્રી યુરોપ સાથે વાત કરતાં ઈરાનના એક ડૉક્ટરે કહ્યું કે, એવું નથી કે આ ટેસ્ટ માટે યુવકના ઘર તરફથી દબાણ હોય છે