વિરપુર તાલુકાની ૧૦૦ જેટલી આંગણવાડી કેન્દ્રોની કાર્યકરોએ રેલી કાઢી; આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરબેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં વિરપુર તાલુકાની ૧૦૦ જેટલી મહિલા બહોળી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો રેલી કાઢી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી આવેદન આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે
સમગ્ર બાબતે પ્રતિનિધિએ આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો સાથે વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી ધારાધોરણ મુજબ ઉનાળું વેકેશન આપવામાં આવે., માનદ વેતન બંધ કરી કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે,
અનુભવના આધારે બઢતી આપવામાં આવે, મીની આંગણવાડીઓ જનરલમાં ફેરવામાં આવે, આંગણવાડીમાં વધારાની કામગીરી બંધ કરવામાં આવે, અને વધુ વેતન આપવામાં આવે, આંગણવાડી કાર્યકર અને તેડાઘરને આંગણવાડીના બીલો એડવાન્સમાં આપવામાં આવે
તેવા અનેક પ્રશ્નો અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેમ “અમારી માંગણીઓ પુરી કરો નહીં તો ખુરશી ખાલી કરો” અને “હમ એક હૈ”ના નારા લગાવ્યા હતા. આગામી દિવસોમાં અમારી માંગણીઓ પુરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હડતાળ પર રહિશુ…