20 જેટલા પરિવારો દુષિત પાણી પીવા મજબૂર વિરપુરના મકવાણા વિસ્તારમાં
છેલ્લા બે વર્ષથી ગટરનું દુષિત પાણી સપ્લાય થાય છે
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લાના વિરપુરના મકવાણા વિસ્તારમાં ઉભરાતી ગટરો અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવતા હોવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
વિરપુરના મકવાણા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરમાં કોઈ ખામી ને લઈને ગટર ઊભરાવવાની સમસ્યાથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં ગટરનું દુષિત પાણી આવવાના કારણે સ્થાનીકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ૧૫ થી ૨૦ મકાનો અને પરીવારોનો વસવાટ આવેલો છે.
જેમાં ૧૫૦ થી વધુ લોકો પીવાના પાણીમાં ગટરનું દુષિત પાણી આરોગી રહ્યાં છે જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે દુષિત તેમજ ડહોળુ પાણી આવતા ઝાડા, ઉલ્ટી,
કોલેરા જેવા રોગ ફાટી નીકળવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે.જેમાં સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર લેખીત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.