વિરપુર પંથકના ડામર રસ્તાઓની મરામત શરૂ કરવામાં આવી
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લામા થોડા દિવસો અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેમાં રસ્તાઓથી લઈને રહેણાંક મકાનોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થયુ છે ત્યારે વિરપુર તાલુકામાં પણ કેટલાક દિવસોથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ધોવાયા છે
ત્યારે વિરપુર થી લિંબડીયાને જોડતો મુખ્ય માર્ગ પણ વરસાદી પાણીના લીધે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે જેને લઈને વાહચાલકોને અકસ્માતનો ભય રહેતો હોય છે ખાડાઓને કારણે તાલુકાની પ્રજા હેરાન પરેશાન થતા જેના કારણે બાલાસિનોર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓના ગાબડાંઓ પુરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.
વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને તે રોષ નો ભોગ તંત્ર પર આવે તે પહેલાજ તંત્ર દ્વારા વિરપુર પંથકના ડામર રસ્તાઓ પર પડેલા ગાબડાં પુરવાનું શરૂ કરવામાં આવ્યું છે વિરપુર થી લિંબડીયાને જોડતો મુખ્ય માર્ગ વરસાદના લીધે મસમોટા ગાબડાંઓમાં રૂપાંતર થયા હતા જેના કારણે રસ્તા પર થી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી
જે બાબતને ધ્યાને લઈ બાલાસિનોર માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હસ્તકના રસ્તાઓનું યુદ્ધના ધોરણે ગાબડાં પૂરવાની કામગીરી કરી ગાબડાંમા ડામર પુરી રોલર મશીન દ્વારા પીચિંગ કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ સાથે વિરપુર નગરની પ્રજાએ તંત્રની કામગીરીને બિરદાવામાં આવી હતી.