Western Times News

Gujarati News

વિરપુર વનવિભાગની કચેરી જર્જરીત હાલતમાં

વન વિભાગ ની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓના જીવ જોખમમાં

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુરની વનવિભાગની કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે ત્યારે આ જર્જરીત કચેરીના કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાય ગયેલ હોય વનવિભાગની કચેરીને કંડમ જાહેર કરી નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

સાથે કચેરી ને અનુરૂપ જગ્યા ન હોવાથી આ કચેરી ને બીજી જગ્યા ફાળવણી કરી નવીન કચેરી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામેલ છે. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરીત બિલ્ડીંગના રૂમમાં તેમજ બહારના ભાગે છત પરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડે એ વાત નકારી શકાય નહીં.

તેમજ કોઇપણ સમયે કચેરી નું મકાન ધરાશાઇ થવાની દહેશત વચ્ચે કર્મચારીઓ ન છૂટકે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું છે કે શું ? કોઇપણ અજરદાર આવે ત્યારે ભય અનુભવે છે. ત્યારે જોવુ રહ્યું કે, વનવિભાગની કચેરીનું હાલ સમારકામ થાય છે કે કચેરી નું બિલ્ડિંગ નવીન બને છે ,

ઘણા વર્ષોથી તાલુકામાં કેટલાક ઇર્હ્લં ફરજ પર આવ્યા અને ગયા પરંતુ આ કચેરીનું સમારકામ થયુ નથી કે નવનિર્માણ હજુ થયેલ નથી આથી વિરપુરની વનવિભાગની કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.