કેનેડા સરકારની વેબસાઈટ પર વિઝાના નિયમો ગુજરાતીમાં મુકાયા
(એજન્સી)ટોરેન્ટો, દેશભરમાંથી કેનેડા જવામાં પંજાબી પછી ગુજરાતીઓને નંબર આવે છે. આમાં વિદ્યાર્થીઓ અને બિઝમેનોની સંખ્યા વધારે છે. હવે કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિઝાને લગતી નિયમોની જાણકારી ગુજરાતીમાં આપવાનું શરુ કર્યુ છે.
ગુજરાતમાંથી ઘણા લોકો કેનેડા જવા માટે એપ્લાય કરતા હોય છે. આ માટે કેનેડાની સરકાર દ્વારા ભારતીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યુ હતું કે કેનેડામાં પંજાબી જેટલા જ ગુજરાતી લોકો વસવાટ કરે છે.
રાજ્યભરમાંથી કેનેડામાં મોટી સંખ્યામા લોકો જઈ રહ્યા છે. બીજી તરફ અવાનવાર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિઝાને લગતા નિયમોની જાણકારી ગુજરાતીમાં આપવાનું શરુ કર્યુ છે.
https://www.canada.ca/en/immigration-refugees-citizenship/campaigns/before-apply-india-gu.html
આ પહેલા આ નિયમોની ઈંગ્લિશ, હિન્દી તેમજ પંજાબીમાં જ જાણકારી આપવામાં આવતી હતી પણ હવે કેનેડાની સરકારે ગુજરાતીઓની સંખ્યાને ધ્યાને રાખી ગુજરાતી ભાષામાં નિયમો આપવાનું નક્કી કર્યુ છે. કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તેમજ ફેમિલી માટે નિયમોની જાણકારી આપી છે.
જેમા ૧ કેનેડામાં પ્રવાસ માટે નિયમો ૨. વિઝા માટે એજન્ટોની યાદી ૩. વિઝા અરજીની ફી અંગેની જાણકારી ૩. કેનેડામાં નોકરી આપવાના ફ્રોડની અંગેની માહિતી જેવી જાણકારી વેબસાઈટ પર આપવાનુ શરુ કર્યુ છે. ગુજરાતના કચ્છના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા તેમજ ફ્રેન્ડઝ ઓફ ગુજરાત,
કેનેડાના સ્થાપક હેમંતભાઈ શાહે જણાવ્યું કે કેનેડામા હવે ગુજરાતમાંથી વધુ લોકો આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કેનેડા સરકારે વિઝાના નિયમો જે પણ કેનેડા જવા ઇચ્છુંક હોય તે લોકો માટે વેબસાઈટ પર મુક્યા છે.
તેમણે કહ્યુ કે પહેલા કેનેડા સરકારી વેબસાઈટ પર રિજનલ ભાષામાં ફ્કત પંજાબી જ ભાષા હતી પણ ત્યાના અધિકારીઓને ધ્યાનમાં આવ્યુ કે ગુજરાતમાંથી પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસનલ અને ફેમિલી કેનેડા આવે છે. આ માટે ત્યાની સરકારે ગુજરાતી ભાષામાં નિયમોની જાણકારી આપવાનુ શરુ કર્યુ છે.