Western Times News

Gujarati News

વિશાલાથી ઉજાલા સર્કલ 5.28 કી.મી.ના રસ્તા પર એલીવેટેડ કોરીડોર બનશે

એલીવેટેડ કોરીડોર બનવાને કારણે અમદાવાદથી સરખેજ થઈને ચાંગોદર મોરૈયા સુધી જતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. 

૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય-ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે ૪ કી.મી. લંબાઇ ૩ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે

રૂા. ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવાશે: 

ગુજરાતમાં 3760 કરોડના ખર્ચે ૩૪ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર 

માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ।. ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે નવા ૩૪ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.

ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નિતીન ગડકરીનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો છે.3 elevated flyovers to be constructed on SG Highway at a cost of Rs 110 crore between ISKCON flyover – Sanand flyover

મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ ૨૦૨૨-૨૩નો રૂ।. ૩૭૬૦.૬૪ કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.રપ૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ  રૂ।. ૧ર૪૯.૫૪ કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂા. ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. એલીવેટેડ કોરીડોર બનવાને કારણે અમદાવાદથી સરખેજ થઈને ચાંગોદર મોરૈયા સુધી જતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.

આ ઉપરાંત રૂા.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂા. ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે ૪ કી.મી. લંબાઇ ૩ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

તેમણે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે. – દિલીપ ગજ્જર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.