Western Times News

Gujarati News

વિશ્વભારતી ઈંગ્લીશ સ્કૂલ શાહપુર દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું

અમદાવાદ, બાળકોમાં ઉત્તમ જીવન માટે વ્યાયામ તથા જીવન મૂલ્યોનું સિંચન કરવાના હેતુસર વિશ્વભારતી બાલ વિદ્યાલય તથા વિશ્વભારતી ઈંગ્લીશ સ્કૂલ શાહપુરના સંયુક્ત ઉપક્રમ દ્વારા એકેડેમી એડવાઈઝર શ્રી દિનેશભાઈ મજેઠીયા, શાળાના એચ. આર. કમ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી જસ્મીનબેન મિરઝા તથા બાલ વિદ્યાલયના આચાર્ય શ્રીમતી કલ્પનાબેન દરજીના માર્ગદર્શન હેઠળ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરિમલ ગાર્ડન તથા ગુજરાત વિદ્યાપીઠના મેદાન પર આયોજન કરવામાં આવેલ કે જેમાં શાળામાં અભ્યાસ કરતા કે.જી. થી ધોરણ ૧૨ સુધીના બાળકોને સમાવી લેવામાં આવ્યા હતા. બાળકોએ વ્યક્તિગત રમતો તેમજ સાંઘિક રમતોમાં ભાગ લીધો હતો. દેડકા કૂદ, લીંબુ ચમચી, ખડો કૂદકો, દોડ, સંગીત ખુરશી, દોરડા કૂદ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, કબ્બડી, ખોખો જેવી વિવિધ રમતો રમ્યા.

આમ વિવિધ રમતો દ્વારા બાળકોમાં નીતિ નિયમોને અનુસરવાનું, તેનું પાલન કરવાનું અને તે સાથે જ સિદ્ધિ પ્રાપ્ત કરવી એવી ખેલદિલીની ભાવનાનો વિકાસ કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.

અત્રે નોંધનીય બાબત એ રહી કે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ શ્રી ઈરફાનભાઇ ચિશ્તી, શ્રી રાજુભાઈ બાગબાન તેમના ટ્રસ્ટીગણ સાથે આ રમતોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, અને બાળકોને રમતગમતના ક્ષેત્રમાં સતત આગળ વધવાનો આગ્રહ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.