“માનવજાત” વિરૂધ્ધના હુમલા સામે સાચા સનાતનીઓ કહે છે કે, “વિશ્વ કા કલ્યાણ હો”!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! બીજી તસ્વીર ભારતની આઝાદીના પ્રતિક ત્રિરંગાની છે ! શ્રીમદ્દ ભગવદ્દ ગીતા છે એ ન્યાયધર્મની અને કર્તવ્ય ધર્મનો સંદેશો આપે છે ! ભારતનું બંધારણ એક મહાન અને પવિત્ર ગ્રંથ છે તેની રચનામાં તમામ ધર્મ અને તમામ કોમ અને તમામ જ્ઞાતિના લોકો ઉપસ્થિત હતાં !
ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર, અબુલકલામ આઝાદ, સરદાર સ્વર્ણસિંગ, પંડિત જવાહરલાલ નહેરૂં અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ બંધારણ રચવામાં મહત્વની ભૂમિકામાં હતાં ! ત્યારે ભારતનો રાજધર્મ બંધારણ પ્રમાણે કામ કરવો જોઈએ ! દેશનું ન્યાયતંત્ર દેશના બંધારણ પ્રમાણે કામ કરે છે ! સરદાર વલ્લભભભાઈ પટેલે દેશની એકતા જાળવી છે ત્યારે આજકાલ સત્તાધીશોને મણિપુરની હિંસાને નેસ્તનાબુદ કરવા માટે ગંભીર નથી !
પૂર્વેત્તરના રાજયો ભડકે બળે છે ?! દેશના જવાનો પર હુમલા થાય છે ! મહિલાને નગ્ન કરી જીવતી સળગાવાય છે ! મૈતેઈ સમુદાય પર અમાનવીય હિંસા થાય છે તો કયારેક રાજકારણીઓને અને સનાતન ધર્મને નામે કે મુસ્લિમ ધર્મના નામે કે શિખ ધર્મના નામે ચલાવાતા ઉગ્રવાદ દેશની આઝાદીને ભરખી જશે ! મણિપુરમાં ૧૭ મકાનોમાં આગ લગાવાઈ ! આ બંધ નહીં કરાય તો ન્યાયની દેવીની આંખ ઉપરથી પટ્ટી રાખો કે કાઢો કોઈ ફેર પડતો નથી ! એવું જયારે જાગૃત વકીલો ખુલ્લેઆમ બોલતા થયા છે. (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા, ભારતનું બંધારણ, ભારતની સુપ્રિમ કોર્ટ એક જ ભાષા બોલે છે ! શંકરાચાર્યાે પણ કાંઈક આવી જ વાત કરે છે ! ત્યારે કડવું સત્ય શું છે ?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, “જયાં ભુલો કરવાની આઝાદી ન હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી”!! જયારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમલિંકને કહ્યું હતું કે, “બ્રાહ્ય આક્રમણોથી અમેરીકા કયારેય ધ્વસ્ત નહીં થાય સિવાય કે, આપણે લડખાઈ પડીએ”!!
માનવ જાતની એકતા માટે મહાત્મા ગાંધી, અબ્રાહમલિંકને પોતાની જીંદગી માનવ સમાજને આપી દીધી ! લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતાના નકસીગાર બનીને અમર થઈ ગયા !! ખાલિસ્તાન વાદીઓ સામે ટકકર લઈને શ્રીમતી ઈÂન્દરા ગાધી શહીદ થઈ ગયા, તામીલી ઉગ્રવાદ સામે પડીને ભરતના વડાપ્રધાન રાજીવ ગાંધી શહીદ થઈ ગયા ! કોઈને આ “કડવું સત્ય” ગમે કે ન ગમે પણ આ “સત્ય” છે !
મણિપુરની વકરેલી હિંસા અને ભારતમાં બેઠો થતો ખાલિસ્તાનવાદ સામે નેતાઓની ભૂમિકાની ઉદાસીનતા વચ્ચે સત્તા મેળવવા ચાલતા ‘ફાંસીવાદ વિચારો’ સામે શંકરાચાર્યાેને સમજવાની જરૂર છે !!
સનાતન ધર્મનું એક સૂત્ર છે ‘ધર્મ કા જય હો, પ્રાણીઓ મેં સદ્દભાવના હો અને વિશ્વ કા કલ્યાણ હો’!! અહીંયા જે વિશ્વના કલ્યાણની વાત કહેવાઈ છે એ અગત્યની છે ! તમારા – મારા કલ્યાણની વાત નથી ! વિશ્વના કલ્યાણની વિભાવના સમાયેલી છે !
સનાતન ધર્મના પિઠાધીશ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ જયોર્તિમઠના શંકરાચાર્ય એ કહે છે, સાચો સનાતની એ છે કે, ગાયની રક્ષા માટે મજબુત વ્યવસ્થા કરે ! હું મારા પદ અને સમજ પ્રમાણે બોલું છું ! એક મોટું મંદિર બનાવવા માટે ૧૫૦ નાના મંદિરોનો ભોગ ન લેવાય ! મને મોદીજી ગમે છે અને તેમને યોગ્ય રસ્તો બતાવવાનો તેમનો પ્રયાસ છે !
સનાતનનું રક્ષણ કરે છે તે મારા માટે સૌ સમાન છે ! શ્રી અવિમુક્તેશ્વરાનંદજી કહે છે કે, “હું કડવી દવા આપનારો ર્ડાકટર છું, મારી પાસે દર્દી સાજા થવા આવે છે નહીં કે ગમતી વાતો કરવા કે ગમતી દવા માટે મારૂં કામ દર્દીઓને સાજા કરવાનું છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.