Western Times News

Gujarati News

૨૬મી જાન્યુઆરીએ વિસ્મય શાહને નહીં મળે મુક્તિ

અમદાવાદ, આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ઉજવવામાં આવનારા આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી અમુક કેટેગરીના કેદીઓને મુક્તિ આપવામાં આવી રહી છે.

૨૬મી જાન્યુઆરીએ, ગણતંત્ર દિવસે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ બે કેદીઓને માફી આપવામાં આવશે. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરે જેલના સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે, હિટ એન્ડ રનના આરોપી વિસ્મય શાહ પણ આવા કેદીઓના પ્રાથમિક લિસ્ટમાં સામેલ હતો, જાે કે તેની સામે ત્રણથી વધારે ગુના નોંધાયા હોવાથી અને માફી માટેની શરતોનું પાલન થતું હોવાથી તેનું નામ કેન્સલ કરવામાં આવ્યું હતું.

૨૦૧૩ના રોજ મોડી રાતે જજીસ બંગલો રોડ પાસે વિસ્મય શાહે પોતાની BMW કારથી બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ તે ભાગી ગયો હતો.

શિવાન દવે અને રાહુલ પટેલ નામના બંને યુવકોના ઘટનાસ્થળે મોત થયું હતું. રિપોર્ટ પ્રમાણે, ૨૬મી જાન્યુઆરીએ જેલમાંથી મુક્ત થનારા કેદીઓના પ્રાથમિક લિસ્ટમાં વિસમ્ય શાહનું નામ હતું. જાે કે, ગાંધીનગર પોલીસ દ્વારા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની હકીકત જાણીને નામ પડતું મૂકાયું હતું. મોટાભાગે મુક્તિ માટેની અરજી કેદી દ્વારા જેલના સત્તાધીશોને આપવાની હોય છે.

અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં વિસ્મય શાહના ભાઈ ડો. મોનાક શાહે કહ્યું હતું કે ‘અમને આ પ્રકારની માફી વિશે જાણ નથી, તેથી અમે વિસ્મય તરફથી અરજી કરી નથી.

તેણે જેલમાંથી અરજી કરી છે કે કેમ તે અંગે મને જાણ નથી. માફીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમુક કેટેગરીના કેદીઓને ત્રણ અલગ-અલગ તબક્કામાં મુક્ત કરવામાં આવી રહ્યા છે.

પહેલા તબક્કામાં ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આઠ કેદીઓને મુક્ત કરાયા હતા અને હવે બીજા તબક્કામાં ૨૬મી જાન્યુઆરીએ બે કેદીઓને મુક્તિ અપાશે. સાબરમતી જેલના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હિતેશ કાંતી અજમેરી અને રાકેશ મુનિયાને મુક્ત કરવામાં આવશે. માફીના માપદંડો અનુસાર, આ બે આરોપીઓ તેમની અડધી સજા ભોગવી ચૂક્યા છે, તેથી અમે તેમના નામ ગૃહ મંત્રાલયને મોકલ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.