વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું આલીશાન ઘર, કરોડોમાં છે કિંમત

મુંબઈ, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના પ્રોડ્યુસર ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ખુબ ખુશ છે. હજુ સુધી ફિલ્મની સક્સેસને એન્જાેય કરી રહ્યા છે અને આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે.
આ વચ્ચે વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની પલ્લવી જાેશીએ મુંબઈના અંધેરી વર્સોવા વિસ્તારમાં એક પ્રીમિયમ રિસિડેન્સિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કિંમત ૧૭.૯૨ કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ્સ મુજબ, વિવેકે એક્સ્ટસી રિયાલિટી પ્રોજેક્ટના ડેવલપર પાસે આ સંપત્તિ ખરીદી.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ૩૦મા માળે છે અને તે ૩,૨૫૮ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં ૩ કાર પાર્કિંગ સ્લોટ છે. વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જાેશીએ મિલકતની નોંધણી માટે ૧.૦૭ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. Indextap.comએ આ વિશે માહિતી આપી છે.
એપાર્ટમેન્ટની પ્રતિ સ્કવેર ફૂટ કિંમત ૫૫ હજાર રૂપિયાથી થોડી વધુ છે. વિવેક અને પલ્લવીએ ૨૭મી સપ્ટેમ્બરે આ પ્રોપર્ટી પોતાના નામે નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ૧૫-૨૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૩૪૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું.SS1MS