સંસદમાં બતાવવામાં આવશે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ
મુંબઈ, વિવેક અગ્નિહોત્રી સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે. તેમની ફિલ્મોને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળે છે.
આ સિવાય તેમની ફિલ્મોનો પણ થઈ રહ્યો છે.
તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હોવા છતાં આ ફિલ્મને લઈને દેશભરમાં ભારે વિરોધ થયો હતો. આ પછી તેમની ફિલ્મ ધ વેક્સીન વોર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી, પરંતુ આ સિવાય ફિલ્મના ખૂબ વખાણ પણ થયા. હવે આ ફિલ્મને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે.
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સારા સમાચાર શેર કર્યા છે. તેમણે પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો જેમાં લખ્યું હતું કે વેક્સીન વોર સંસદમાં દર્શાવવામાં આવશે. આ સમાચારથી વિવેક અગ્નિહોત્રી ખૂબ જ ખુશ છે.
વિવેક અગ્નિહોત્રી તેમની ફિલ્મોમાં ખૂબ જ ચીવટતા રાખે છે અને હંમેશા ચાહકોને તેમની ફિલ્મો જોવાની અપીલ કરે છે. તેમની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ તેમની અગાઉની રિલીઝ થયેલી ફિલ્મ ધ વેક્સીન વોર ચાલી ન હતી.
ફિલ્મમાં કોરોનાના સમયગાળા દરમિયાન રસી બનાવવા માટે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. જ્યારે ફિલ્મૅ્્ પર આવી ત્યારે તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને નાના પાટેકરની એક્ટિંગના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.SS1MS