Western Times News

Gujarati News

વિવેક અગ્નિહોત્રિની ‘ધ દિલ્હી ફાઇલ્સ’ ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ, ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રિએ ગુરુવારે તેમની આવનારી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની રિલીઝ ડેટ અંગે જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પર આ અંગે જાહેરાત કરી હતી કે તેઓ આગમી વર્ષમાં સ્વતંત્રતા દિવસે તેમની ફિલ્મ રિલીઝ કરશે.

વિવેક અગ્નિહોત્રિ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સિન વાર’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેમણે આગામી ફિલ્મની તારીખ જાહેર કરતાં પોસ્ટમાં લખ્યું,“તમારા કૅલેન્ડરમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ની તારીખ નોંધી રાખો. વર્ષાેના સંશોધન પછી, ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની સ્ટોરી એક ભાગમાં કહેવી શક્ય નથી.

અમે આપની સમક્ષ બે ભાગમાંથી પહેલો ‘ધ બેંગાલ ચેપ્ટર’ રજૂ કરવા ખુબ ઉત્સુક છીએ, જે આપણા ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ આપની સમક્ષ ખુલ્લું મુકાશે અમને આશીર્વાદ આપજો અને તારીખ નક્કી કરી રાખજો.” તેમણે પોતાના ફૅન્સને એવું પણ કહ્યું કે આ ફિલ્મ પહેલાં એક જ ભાગમાં રજૂ થવાની હતી, તે હવે બે ભાગમાં રજૂ થશે. જેમાં પહેલા ભાગને ‘ધ બેંગાલ ચેપ્ટર’ નામ આપવામાં આવ્યું છે.

૩ ઓક્ટોબરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. જેમાં એક નાનું બાળક ઉભું થઈને રાષ્ટ્રીય પ્રતીકને અડવાની કોશિશ કરતું દેખાય છે. વિવેક અગ્નિહોત્રિનાં પત્ની પલ્લાવી જોષી આ ફિલ્મમાં કાપ્રોડ્યુસર ઉપરાંત એક્ટર તરીકે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

એ ઉપરાંત મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પુનિત ઇસ્સાર, ગોવિંદ નામદેવ, બબ્બુ માણ અને પાલોમી ઘોષ જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે. એક ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રિએ મિથુનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવા અંગે જણાવ્યું હતું,“મિથુન દા ભારતે બનાવેલાં શ્રેષ્ઠ કલકારોમાંના એક છે, માત્ર તેમના અભિનયને કારણે નહીં પણ તેમની સિનેમાની સમજને કારણે પણ.

તેઓ જ્યારે સિંગલ સ્ક્રિન પર રાજ કરતા હતા ત્યારે હું તેમની સાથે કમનસીબે કામ કરી શક્યો નહીં. તેઓ સિંગલ સ્ક્રિન બોક્સ ઓફિસના બાદશાહ હતા.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.