વિવ્રિતિ કેપિટલ NCD દ્વારા રૂ. 500 કરોડ સુધી એકત્ર કરશે
ઇશ્યૂ ખુલે છે: શુક્રવાર, ઓગસ્ટ 18, 2023-ઇશ્યૂ બંધ થાય છે: ગુરૂવાર, 31 ઓગસ્ટ, 2023 વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે
– પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના બેઝ ઇશ્યૂ અને રૂ. 250 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ થાય છે.
– રોકાણકારો વ્યાજની ચુકવણી અને કૂપન દરોની વિવિધ મુદત સાથે સિરીઝ 1થી સિરીઝ 5 પર 9.98% થી 10.49%* સુધીના અસરકારક વળતર મેળવી શકે છે.
અમદાવાદ, 10 ઓગસ્ટ, 2023 – આરબીઆઈ સાથે નોન-ડિપોઝીટ ટેકિંગ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી-એનડી-એસઆઈ) વિવ્રિતિ કેપિટલ લિમિટેડે (“કંપની” અથવા “વીસીએલ”) દરેક રૂ. 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”)નો પબ્લિક ઇશ્યૂ લાવવા રજૂઆત કરી છે જેનુ મૂલ્ય રૂ. 250 કરોડ સુધીનું છે (“બેઝ ઇશ્યૂ સાઈઝ”).
આ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના (“ગ્રીન શૂ ઓપ્શન”) ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ હશે, જે કુલ થઈને રૂ. 500 કરોડ સુધીની કુલ રકમના કુલ 50 લાખ સુધીના એનસીડી (“ઇશ્યૂ સાઈઝ” અથવા “ઇશ્યૂ લિમિટ”) જેટલું થાય છે. એનસીડીનો પબ્લિક ઇશ્યૂ 18 ઓગસ્ટ, 2023ના રોજ ખુલવાનો છે અને 31 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થવાનો છે, જેમાં વહેલા બંધ થવાનો વિકલ્પ છે.
*પબ્લિક ઇશ્યૂમાં સિરીઝ 1થી સિરીઝ 5નો સમાવેશ થાય છે જેમાં વ્યાજની ચુકવણી અને કૂપન દરોની અલગ અલગ મુદત હોય છે. સિરીઝ 1ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર 9.57% પ્રતિ વર્ષ (માસિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 2ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 10% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.06%ની અસરકારક ઉપજ છે.
સિરીઝ 3ની મુદત 24 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 9.65% છે (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે, સંબંધિત વ્યાજ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબના સિરીઝ 3 એનસીડી માટે #પ્રિન્સિપલ રિડિમ્પશન શિડ્યૂલ અને રિડિમ્પ્શન રકમ મુજબ એનસીડીના રિડમ્પ્શન રકમ સાથે બાકીની મૂડી પર અલોટમેન્ટની નિર્ધારિત તારીખથી દરેક ત્રિમાસિક ગાળાના સંબંધિત મહિનાની સમાન તારીખે ચૂકવવામાં આવશે) અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે.
સિરીઝ 4ની મુદત 24 મહિના અને કૂપન દર વાર્ષિક 10.03% (માસિક ચૂકવવાપાત્ર) અને વાર્ષિક 10.49% ની અસરકારક ઉપજ ધરાવે છે. સિરીઝ 5માં 24 મહિનાનો સમયગાળો છે અને કૂપન દર વાર્ષિક 10.50% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.48% ની અસરકારક ઉપજ છે.
વિવ્રિતિ કેપિટલ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિનીત સુકુમારે જણાવ્યું હતું કે, “વિવ્રિતિ કેપિટલ લિમિટેડના એનસીડીનો પ્રથમ પબ્લિક ઇશ્યૂ અમારી વૃદ્ધિની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે. અમારા ક્લાયન્ટ્સમાં મિડ-કોર્પોરેટનો સમાવેશ થાય છે.
અમે અમારા ક્લાયન્ટ અનુભવ તથા તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે નવીન ધિરાણ ઉકેલો ઓફર કરીએ છીએ. અમે કંપનીના ટેક્નોલોજીના એડવાન્સ્ડ ઓપરેટિંગ મોડલ અને રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને કારણે ફ્લેક્સિબિલિટી અને ટૂંકા ટર્નઅરાઉન્ડ સમય સાથે ડેટ ફાઇનાન્સનો ઝંઝટમુક્ત ફ્લો પહોંચાડ્યો છે.
અમે રૂ. 5,835.80 કરોડનો પોર્ટફોલિયો મેનેજ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં 194થી વધુ મિડ-કોર્પોરેટને ડેટ સોલ્યુશન્સ પ્રદાન કર્યા છે. જ્યારે અમે છેલ્લા કેટલાંક વર્ષોમાં અમારી લોન બુકમાં મજબૂતીથી વધારો કર્યો છે, અમે અત્યાર સુધી એક સ્વસ્થ એસેટ ક્વોલિટી જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે.”
વિવ્રિતિ કેપિટલ લિમિટેડના ચીફ ટ્રેઝરી ઓફિસર પાર્થ સંઘાણીએ ઉમેર્યું હતું કે, “અમે ધિરાણકર્તાઓના વિશાળ અને વૈવિધ્યસભર મિશ્રણથી લાભ મેળવીએ છીએ, જેમની સંખ્યા વર્ષોથી વધી છે અને 31 માર્ચ, 2023 સુધીમાં 218 સંસ્થાકીય ધિરાણકર્તા/રોકાણકારોનો સમાવેશ થાય છે,
જેમાં અનેક નાણાંકીય સંસ્થાઓ તથા કોર્પોરેટ્સ તેમજ 1,740 વ્યક્તિગત રોકાણકારોનો સમાવેશ થાય છે જે અમારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મદદરૂપ થાય છે. અમે માનીએ છીએ કે અમે અમારા સારા કોર્પોરેટ ગવર્નન્સ, સ્થિર ક્રેડિટ રેટિંગ, રૂઢિચુસ્ત જોખમ વ્યવસ્થાપન નીતિઓ, વ્યૂહાત્મક જવાબદારી સંચાલન અને પારદર્શક સંદેશાવ્યવહારના લીધે અનેક પ્રકારના ધિરાણકર્તાઓની એક્સેસ ધરાવીએ છીએ.
અમે અમારા ફંડિંગ મિક્સને ડાયવર્સિફાઈ કરવાનું ચાલુ રાખવાની અને અમારા ફંડ્સના ખર્ચને વધુ ઓપ્ટિમાઇઝ કરવાની યોજના બનાવીએ છીએ. અમારી શરૂઆતથી અમે અમારી ધિરાણ પ્રોફાઇલમાં વિવિધતા લાવવા માટે અનેક મ્યુચ્યુઅલ ફંડ્સ, જાહેર ક્ષેત્રની બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, ખાનગી બેંકો અને એનબીએફસીને ઓનબોર્ડ કરી છે, જેનાથી અમારી કંપનીને કોઈપણ એક ફંડ સ્ત્રોત કેટેગરી પર વધુ પડતી નિર્ભરતાથી બચાવી શકાય છે.
તાજેતરના સમયગાળામાં અમારા ભંડોળના સ્ત્રોતોના વૈવિધ્યકરણે તાજેતરના નાણાંકીય સમયગાળામાં ઋણની અમારી સરેરાશ કિંમતમાં એકંદરે ઘટાડા માટે યોગદાન આપ્યું છે અને અમે વ્યાજના પર્યાપ્ત માર્જિન જાળવીને અને અમારા તરલતા લક્ષ્યો હાંસલ કરીને તેમજ ભંડોળની સ્થિરતા જાળવી રાખી શક્યા છીએ. અમે સુધારેલા ક્રેડિટ રેટિંગ દ્વારા અને અમારી બોરોઈંગ પ્રોફાઇલમાં વૈવિધ્યીકરણ કરીને લાંબા ગાળાના ઉધારની અમારી સરેરાશ કિંમત ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.”
કંપનીએ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી 75% રકમનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને વ્યાજની ચુકવણી તથા કંપનીના હાલના ઉધારના મુદ્દલ માટે અને ઇશ્યૂના સામાન્ય હેતુના ખર્ચમાંથી ચોખ્ખી આવકમાંથી કુલ રકમના મહત્તમ 25% સુધીનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે.
રોકાણકારો માટે વિવિધ કેટેગરીઝ છે: કેટેગરી 1 રોકાણકાર – સંસ્થાકીય રોકાણકારો; કેટેગરી 2 રોકાણકાર – બિન-સંસ્થાકીય રોકાણકારો, કેટેગરી 3 રોકાણકાર – હાઈ નેટ-વર્થ વ્યક્તિગત રોકાણકારો: નિવાસી ભારતીય વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો કર્તા દ્વારા આ ઇશ્યૂમાં એનસીડીના તમામ વિકલ્પોમાં રૂ. 10,00,000થી વધુની રકમ માટે અરજી કરનારા.
કેટેગરી 4 રોકાણકાર – રિટેલ વ્યક્તિગત રોકાણકારો: નિવાસી ભારતીય વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો કર્તા દ્વારા આ ઇશ્યૂમાં એનસીડીના તમામ વિકલ્પોમાં રૂ. 10,00,000 સુધીની અને સહિતની રકમ માટે અરજી કરે છે અને તેમાં રિટેલ વ્યક્તિગત રોકાણકારોનો સમાવેશ થાય છે, જેઓ રકમ માટે બિડ સબમિટ કરે છે. યુપીઆઈ મિકેનિઝમ દ્વારા ઇશ્યૂમાં કોઈપણ બિડિંગ વિકલ્પોમાં રૂ. 5,00,000 કરતાં વધુ નહીં (તેમના કર્તા દ્વારા અરજી કરતા એચયુએફ સહિત અને એનઆરઆઈનો સમાવેશ થતો નથી).
કેર રેટિંગ્સ તરફથી 12 જૂન, 2023 (અને જુલાઈ 11, 2023 અને ઓગસ્ટ 4, 2023 ના રોજના રિવેલિડેશન લેટર્સ)ના ક્રેડિટ રેટિંગ લેટર અને ક્રેડિટ રેટિંગ રેશનલને “CARE A; એનસીડી માટે પોઝિટિવ. ઈકરા લિમિટેડ તરફથી 7 જૂન, 2023 (અને જુલાઈ 12, 2023 અને ઓગસ્ટ 7, 2023 ના રોજના રિવેલિડેશન લેટર્સ)ના ક્રેડિટ રેટિંગ લેટર અને ક્રેડિટ રેટિંગ રેશનલને “[ICRA] A (સ્ટેબલ)” નું રેટિંગ આપવામાં આવ્યું છે.
આ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા એનસીડીને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) (“સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. બીએસઈ એ ઇશ્યૂ માટે ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.