વોડાફોન આઇડિયા મહિલાઓની સલામતી માટે એપ-આધારિત સોલ્યુશન માયઅમ્બર લોંચ કર્યું
નવી દિલ્હી, વોડાફોન આઇડિયા લિમિટેડના સીએસઆર સંસ્થા વોડાફોન આઇડિયા ફાઉન્ડેશને નાસ્કોમ ફાઉન્ડેશન, સેફટી ટ્રસ્ટ અને UN વિમેન સાથે જોડાણમાં આજે ‘માયઅમ્બર’ (એટલે કે મારું આકાશ) એપ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે ભારતમાં મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટે ખાસ વિકસાવવામાં આવેલું સોલ્યુશન છે. Vodafone Idea and NASSCOM Foundation Launch MyAmbar An App-based solution for Women Safety in India
‘કનેક્ટિંગ ફોર ગૂડ પ્રોગ્રામ’ અંતર્ગત વિકસાવવામાં આવેલી માયઅમ્બર એપનો ઉદ્દેશ મહિલાઓને હિંસાને સમજવા અને એની સામે મજબૂત થવામાં મદદ કરવાનો છે.
માયઅમ્બર એપ અંગ્રેજી અને હિંદી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ મહિલાઓને દેશભરમાં મહત્ત્વપૂર્ણ હેલ્પલાઇન નંબરો અને સર્વિસ પ્રોવાઇડર્સ સુધી પહોંચવાની સુવિધા આપશે તેમજ તેમની વર્તમાન સ્થિતિનો વિવિધ રીતે સામનો કરવાની રીત દ્વારા જોખમનું સ્ટેપ-બાય-સ્ટેપ મૂલ્યાંકન કરવાના ટૂલ દ્વારા તેમને મદદ પણ કરશે. એની એક્ષ્ટેન્સિવ સર્વિસ ડિરેક્ટરી તેમને એક બટન ક્લિક કરીને કાયદેસર અને કાઉન્સેલિંગ સેવાઓ મેળવવામાં મદદરૂપ પણ થશે.
માયઅમ્બર એપ લિંગ-આધારિત હિંસા પર તમામ મહિલાઓને મદદ કરવા અને જાણકારી આપવા સજ્જ છે, જેથી આ સમસ્યાને સમજી શકાય અને વિવિધ સપોર્ટ સેવાઓનો લાભ લઈ શકાય. આ સર્વાઇવર્સ અને વધારે જોખમ ધરાવતા પીડિતો માટે ફરિયાદો નોંધાવવા અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે ધારણા વિના સુરક્ષિત સ્વર્ગનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે.
આ સોલ્યુશન વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ધ આદિત્ય બિરલા સેન્ટર ફોર કમ્યુનિટી ઇનિશિયેટિવ એન્ડ રુરલ ડેવલપમેન્ટના ચેરપર્સન શ્રીમતી રાજશ્રી બિરલા, વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ રેગ્યુલેટરી એન્ડ કોર્પોરેટ અફેર્સ ઓફિસર શ્રી પી બાલાજી, યુએન વિમેનના ડેપ્યુટી કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ શ્રીમતી નિષ્ઠા સત્યમ,
દિલ્હીની એનસીટીની સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ડાયરેક્ટર શ્રીમતી રશ્મી સિંહ, સેફટી ટ્રસ્ટના સ્થાપક અને પ્રેસિડન્ટ ડૉ. શ્રુતી કપૂરે નાસ્કોમ ફાઉડેશનના સીઇઓ શ્રી અશોક પામિડી અને વાઇસ પ્રેસિડન્ટ શ્રી સંતોષ અબ્રાહમ સાથે લોંચ કર્યું હતું. આ પ્રસંગે તેમણે માયઅમ્બર દ્વારા મહિલાઓ માટે નિવારણ, સલામતી અને સશક્તિકરણ પર તેમના વિચારો વહેંચ્યા હતા.
ભારતભરની મહિલાઓને માયઅમ્બર સાથે પોતાની સુરક્ષાનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા આમંત્રણ આપતા વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ રેગ્યુલેટરી એન્ડ કોર્પોરેટ અફેર્સ ઓફિસર પી બાલાજીએ કહ્યું હતું કે, “વોડાફોન આઇડિયા કાયમી સોલ્યુશન્સ દ્વારા સામાજિક અસર ઊભી કરવા અમારી ટેકનોલોજી ક્ષમતાનો ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે.
અમે દ્રઢપણે માનીએ છીએ કે, જ્યારે તમે કોઈ પણ ઇકોસિસ્ટમમાં મહિલાને જાણકાર બનાવો છે, સક્ષમ બનાવો છે કે એને સપોર્ટ કરો છો, ત્યારે તમે એના સંપૂર્ણ પરિવાર, સમુદાયમાં એની આસપાસની ઇકોસિસ્ટમ પર અસર કરો છો, જેના પરિણામે સંપૂર્ણ દેશના સામાજિક અને આર્થિક વિકાસ પર એકથી વધારે સ્તરે મજબૂત અસર થાય છે.
આ દિશામાં અમારા પ્રયાસોને જાળવીને અમને માયઅમ્બર એપ પ્રસ્તુત કરવાની ખુશી છે, જે એક પ્લેટફોર્મ પર માહિતી અને સંબંધિત સપોર્ટ સાથે મુશ્કેલીમાં મહિલાઓને સહાય કરવા સજ્જ છે. અમારું નાસ્કોમ ફાઉન્ડેશન અને અન્ય હિતધારકો સાથે જોડાણ મહિલાઓને જાણકાર બનાવવા, તેમને તેમની આસપાસ વિવિધ પ્રકારના શોષણને સમજવા અને ઓળખવામાં મદદ કરવા તથા તેમની આસપાસ સ્થિતિ તબીબી, કાયદાકીય અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પર વેરિફાઇડ માહિતીની સુલભતા મેળવવાના આ પ્રયાસને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.”
નાસ્કોમ ફાઉન્ડેશને સેફ્ટી ટ્રસ્ટમાંથી સામગ્રી મેળવીને એપ ડિઝાઇન કરી છે અને વિકસાવી છે તેમજ ભારતમાં મોટા ભાગની મહિલાઓ એપને ડાઉનલોડ કરે અને એનો ઉપયોગ શરૂ કરે એ માટે યુએન વિમેન સાથે કામ કરી રહ્યું છે.
નાસ્કોમ ફાઉન્ડેશનના સીઇઓ અશોક પામિડીએ એપના લોંચ પર કહ્યું હતું કે, “દુનિયામાં દર ત્રણ મહિલામાંથી એક મહિલા શારીરિક કે જાતિય હિંસાનો ભોગ બને છે. ભારતનાં નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ બ્યૂરો (NCRB)મુજબ, વર્ષ 2019માં મહિલાઓ સામે 4 લાખથી વધારે કેસ નોંધાયા હતા.
આ ફક્ત સત્તાવાર આંકડા છે અને આપણે બધા જાણીએ છીએ કે, મહિલાઓ સામે ઘણા ઘરગથ્થું હિંસાના કેસ નોંધાતા નથી. આ પ્રકારની હિંસા અટકાવવા અને પીડિત મહિલાઓની સ્થિતિ સુધારવા ટેકો આપવા એમ બંને બાબતો સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે નાસ્કોમ ફાઉન્ડેશન હંમેશા સર્વસમાવેશક સમાજની હિમાયત કરે છે, ત્યારે મહિલાઓના શિક્ષણ, ઉત્થાન અને સશક્તિકરણ માટે કામ કરે છે.