સાઉથ બોપલ ગાર્ડનમાં વોલીબોલ અને બાસ્કેટબોલનો આનંદ પણ માણી શકાશે
વેજલપુર, લાંભા અને વટવા જિમને પીપીપીના ધોરણે ચાલુ કરાશે
અમદાવાદ, શહેરીજનો હવે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. દિવાળીના સપરમા તહેવારો કડકડતી ઠંડીમાં નહીં જાય, પરંતુ સહેજ ઠંડીનો અનુભવ કરાવશે, જાે કે દિવસ દરમિયાન આકરી ગરમીનો મહદઅંશે જળવાઈ રહે શે. આવા ડબલ સિઝનના માહોલમાં આરોગ્યપ્રેમીઓ તેા સવાર-સાંજની મોર્નિંગ વોક તેમજ સ્વાસ્થ્યપ્રદ ખાણી-પીણી પર ભાર મૂકીને સમગ્ર વર્ષનું શારીરિક ટોનિક મેળવવા જઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ જિમની સુવિધા પૂરી પાડીને આ લોકોને સસ્તામાં ફિટ એન્ડ ફાઈન રાખવા પ્રયત્નશીલ છે. શહેરમાં કુલ ૪ર જિમ હોઈ માત્ર ત્રણ જિમ બંધ હાલતમાં છે, જ્યારે નવા બનાવાયેલા પૈકી વેજલપુર, લાંભા અને વટવાના રહેવાસીઓને જિમની સુવિધા ઘરઆંગણે પૂરી પાડવા માટેના ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં હોઈ તંત્રે પીપીપી ધોરણે ચાલુ કરવા માટે રસ ધરાવતા વ્યક્તિ કે સંસ્થાઓ પાસેથી ઓફર મંગાવી છે.
તંત્ર દ્વારા મંગાવાયેલી ઓફરમાં પીપીપીથી ચલાવવા માટેના નવા જિમની સુવિધા દર્શાવતી માહિતી મુજબ વેજલપુરમાં વોર્ડ ઓફિસની પાછળની ટીપી સ્કીમ-૮૩ અને એફપી-૬૭માં ઊભા કરાયેલા નવા જિમનો સમાવેશ થાય છે, જે વીનસ પાર્કલેન્ડ પાસે આવેલું છે. આ જિમનો એરિયા પ૪૦ ચોરસ મીટરનો હોઈ તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. સ્વાસ્થ્યપ્રેમીઓને તે એસીની સગવડ આપશે.
આ ઉપરાંત જિમમાં ચેન્જિંગરૂમ, કોચરૂમ અને ટોઈલેટ બ્લોકની સુવિધા પણ સભ્યોને મળાનર છે. લાંભાના અર્બન હેલ્થ સેન્ટર પાસેના એફપી ૬૭ના ગ્રાઉન્ડ ફ્લોર પર તંત્ર દ્વારા ૪૭૦.૯પ ચોરસ મીટર ધરાવતું નવું જિમ ઊભું કરવામાં આવ્યું છે. આ જિમમાં સભ્યો માટે ચેન્જિંગરૂપ, કોચરૂમ અને ટોઈલેટ બ્લોની સુવિધા છે. આ ઉપરાંત વટવામાં હિના વોરા સ્કૂલ પાસે પણ સત્તાવાળાઓએ નવું નોન એસી જિમ બનાવ્યું છે. વટવાનું નવું જિમ ટીપી સ્કીમ નં.૪૬ અને એફપી-૧રપના પ્લોટના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પ છે.
આ પ્લોટનું ક્ષેત્રફળ ૪૬૯.૬૬ ચોરસ ીમટર છે, જેમાં અન્ય જિમની જેમ ચેન્જિંગરૂમ, કોચરૂમ અને ટોઈલેટ બ્લોકની સુવિધા સભ્યોને મળશે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા જિમ માટે જરૂરી કસરતના સાધનો પુરૂષ તથા મહિલા કોચ, સફાઈ સ્ટાફ, લાઈટ, આરઓ પાણી માટે વોટર કૂલર, સાધનોનું મેન્ટેનન્સ, બિલ્ડિંગ મેન્ટેનન્સ, સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા તેમજ અન્ય સગવડો માટે જરૂરી તથા ખર્ચ કરવાની અને તે વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી પીપીપીથી ચલાવવાની રહેશે.
આ ત્રણેય નવા જિમને પીપીપી ચલાવવા માટેની ઓફર તા.રર નવેમ્બર ર૦ર૩, બપોરના બે વાગ્યા સુધીમાં અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની ઓફિસ ખાતે જમા કરાવવાની રહેશે અને આ ઓફર તે જ દિવસે બપોરના ત્રણ વાગ્યે ખોલવામાં આવશે.
આ ઉપરાંત તંત્ર દ્વારા સાઉથ બોપલના ગાર્ડન ખાતે નવા બનાવાયેલા વોલીબોલ અને બાસ્કેટબોલ મલ્ટિપલ કોર્ટને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી આપવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે. આ મલ્ટિપલ કોર્ટમાં વ્યક્તિગત કોચિંગ ફી માસિક રૂા.પ૦૦, માસિક ફી પ્રતિ ટીમ રૂા.રપ૦૦, વ્યક્તિગત ફી પ્રતિ દિવસના રૂા.૧૦૦, પ્રતિ ટીમ પ્રતિ દિવસના રૂા.પ૦૦ લેવામાં આવશે.
જે સભ્ય કે ટીમ ફી ભરશે તેને પ્રતિ દિવસ બે કલાકનો સલોટ આપવામાં આવશે. ફી ઉપરાંત જીએસટી અલગથી લઈ શકાશે. પીપીપીથી ભરાયેલી વાર્ષિ ભાડાની રકમમાં કોન્ટ્રાક્ટરે ત્રણ વર્ષ બાદ ૧૦ ટકાનો વધારો તંત્રને ચૂકવવો પડશે. કોન્ટ્રાક્ટરે ફી, સમય, જરૂરી મોબાઈલ નંબર દર્શાવતા અને જરૂરી સાઈનબોર્ડ તથા ફરિયાદ-સૂચન બોક્સ લગાવવામાં રહેશે. સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મલ્ટિપલ કોર્ટ ચાલુ રાખવામાં આવશે. કોચિંગ માટે જાણકા પુરૂષ અને મહિલા કોચથી અલગથી રાખવાના રહેશે.