Western Times News

Gujarati News

રશિયા સામે યુદ્ધ વાલોડીમીર ઝેલેન્સ્કીએ શરૂ કર્યું હતુંઃ ટ્રમ્પ

વાશિગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વાલોડીમીર ઝેલેન્સ્કી ઉપર સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે હકીકતમાં ઝેલેન્સ્કીએ જ રશિયા સાથે યુદ્ધ શરૂ કરી દીધું હતું.આ ઉપરથી તેવું પણ અનુમાન બંધાઈ રહ્યું કે, જો ટ્રમ્પ પ્રમુખપદે ચાલશે તો તેઓ યુક્રેનને સહાય બંધ કરશે, કાં તો ઓછી કરી નાખશે.

ગુરૂવારે પેટ્રિક બેટ ડેબડ સાથે પીબીડી પોડકાસ્ટ પર મુકેલાં પોતાનાં મંતવ્યમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઝેલેન્સ્કી દુનિયાનો મોટામાં મોટો સેલ્સમેન છે. તે અમેરિકાને સમજાવી પટાવી ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધીમાં અબજોના અબજો ડૉલર્સની અમેરિકા પાસેથી શસ્ત્ર અને અન્ય સહાય મેળવી લીધી છે.

આ સાથે તેઓએ યુક્રેનના પ્રમુખ ઉપર રશિયા સાથે શાંતિ સમજૂતી નહીં સાધવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, રશિયા સાથે શાંતિ-સાધવા માટે તેમણે જમીનના થોડા ટુકડા આપી દેવા જોઇએ. પરંતુ કીવ તે સૂચન અસ્વીકાર્ય ગણે છે.ટ્રમ્પે તેઓના તે પોડકાસ્ટમાં ઝેલેન્સ્કી ઉપર આક્ષેપ મુકતાં કહ્યું હતું કે તેઓ યુદ્ધ અટકાવવા માટે તો પ્રયત્નો નથી કરતા તેઓએ તો યુદ્ધ શરૂ કર્યું હતું.

આ સાથે ટ્રમ્પે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સારાં કહેવાનો અર્થ તે નથી કે હું યુક્રેનને સહાય કરવા માગતો નથી. પરંતુ નક્કર હકીકત તે છે કે આ યુદ્ધમાં તેઓ પરાજિત થઇ જશે. તેઓએ યુદ્ધ શરૂ કરવાની જરૂર જ ન હતી.ઝેલેન્સ્કી અમેરિકા ગયા ત્યારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, અને તેઓને તેમનો વિક્ટરી પ્લાન દર્શાવ્યો હતો.

સપ્ટેમ્બરમાં બંને નેતાઓ વચ્ચે ન્યૂયોર્કમાં યોજાયેલી મંત્રણાને બંને નેતાઓએ ઉષ્માભરી અને મિત્રતા સભર કહી હતી.ટ્રમ્પનાં આ વિધાનો ઉપરથી એમ લાગે છે કે જો તેઓ પ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી થશે તો યુક્રેનને સહાય ઘટાડી નાખશે, કદાચ બંધ પણ કરી દેશે. તેઓએ પહેલાં પણ આવા નિર્દેશો આપ્યા હતા.બીજી તરફ કમલા હેરિસે યુક્રેનને પૂરે પૂરૃં સમર્થન આપવા વચન આપ્યું છે.

અને કહ્યું છે કે તે પૂર્વ યુરોપીય દેશ અમેરિકાની રાષ્ટ્રીય સલામતી માટે અત્યંત મહત્ત્વનો છે. તેઓએ ટ્રમ્પની વારંવાર ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ પ્રમુખ પુતિનો સામનો કરવામાં જ અસમર્થ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.