વોલ્ટાસે ઉનાળા માટે તેની નવીનતમ અદ્યતન રેન્જ ઇન્વર્ટર એસી લોન્ચ કર્યા
કન્વર્ટિબલ કૂલિંગ, મલ્ટી એડજસ્ટેબલ મોડ, HEPA ફિલ્ટર, સુપર યુવીસી સાથે વોલ્ટાસ ઇન્વર્ટર એસીની 2023 રેન્જ લોન્ચ કરે છે.- શુદ્ધ અને ઠંડી હવા પહોંચાડવા માટે HEPA ફિલ્ટર અને PM1.0 સેન્સર સાથે સંચાલિત વોલ્ટાસ ઇન્વર્ટર એસીની મુખ્ય લાક્ષણિકતાઓ.
Mumbai, ટાટા ગ્રૂપની કૂલીંગ પ્રોડક્ટ્સમાં ભારતની લીડર અને નંબર વન એસી બ્રાન્ડ વોલ્ટાસે કૂલિંગ પ્રોડક્ટ્સ સ્પેસમાં તેના નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. વોલ્ટાસ તેની નવીનતમ ઓફરમાં 2023 ઇન્વર્ટર એસી રેન્જ લાવ્યું છે જે ‘પ્યોર અને ફ્લેક્સિબલ એર કંડિશનિંગ’ના અનન્ય ફીચર સાથે આવે છે. Voltas launches its latest state-of-the-art range of Inverter ACs for the summer.
તે HEPA ફિલ્ટર, PM 1.0 સેન્સર અને AQI સૂચક સાથે સંચાલિત છે જે ઘરની અંદરની હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને તેના 6 સ્ટેજ એડજસ્ટેબલ મોડમાં કન્વર્ટિબલ કૂલિંગ સાથે પણ લોડ થયેલ છે, જે વપરાશકર્તાને આસપાસની ગરમી અથવા રૂમમાં લોકોની સંખ્યાના આધારે મલ્ટીપલ ટનેજની અંદર સ્વિચ કરવાની મંજૂરી આપે છે.
તે તમને બચત અને રનિંગ કોસ્ટના ઑપ્ટિમાઇઝેશનની સાથે સલામત અને શુદ્ધ હવા આપે છે. વધુમાં, નવી રેન્જ આરામદાયક ઊંઘ માટે સુપર સાયલન્ટ ઓપરેશન, બહેતર કામગીરી માટે આઇસ વૉશ અને ફિલ્ટર ક્લિનિંગ ઈન્ડિકેટર અને ઉન્નત પ્રદર્શન, આરામ અને સગવડતા આપવા માટે એન્ટી કોરોસિવ કોટિંગ જેવી નવી સુવિધાઓથી ભરેલી છે.
અમારી બજારની આંતરદ્રષ્ટિ એ બાબતની પુષ્ટિ કરે છે કે હાલ વપરાશકાર પોતાના ઘરનાં ઉપકરણોને અપગ્રેડ કરી રહ્યો હોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેના માટે તેઓ ટેક્નોલોજી પર આધાર રાખે છે. તાજેતરનો સર્વે દર્શાવે છે કે હોમ એપ્લાયન્સ કેટેગરીમાં ભારતીય ગ્રાહકોની પસંદગીઓ વિકસી રહી છે,
જેમાં આરામ, સગવડતા, ઠંડક, આરોગ્ય અને સ્વચ્છતા ટોચની પ્રાથમિકતા બની રહી છે. સંશોધન મુજબ, 5 માંથી 4 ભારતીયો ઈચ્છે છે કે તેમના એર કંડિશનરને એર પ્યોરિફિકેશન ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરવામાં આવે, જે પ્રદૂષકો અને જીવાણુઓનો નાશ કરીને ઘરની અંદરની હવાને ઝડપથી સાફ કરે છે. ગ્રાહકો હાલ ઘરેથી અનેકવિધ કામો કરી રહ્યા છે અને આરામથી જીવવા માટે ટેક્નોલોજી પર આધાર રાખી રહ્યા છે ત્યારે આ પરિબળો હોમ અપ્લાયન્સિસને અપગ્રેડ કરવાના ગ્રાહક વલણની પુનઃપુષ્ટિ કરે છે.
વોલ્ટાસ ફ્રેશ એર કૂલર્સના મહત્વના ફીચર્સઃ
• સ્માર્ટ હ્યુમિડીટી કંટ્રોલર: હવામાં ભેજનું સ્તર જાળવે છે
• મચ્છર ભગાડનાર: મચ્છરોના સંવર્ધનનો પ્રતિકાર કરે છે અને તેમને દૂર રાખે છે
• ટર્બો એર થ્રો: પંખાની મોટી સાઈઝ મોટી જગ્યાઓને ઠંડુ કરવા માટે શક્તિશાળી એર થ્રો પહોંચાડે છે.
• પ્રી-સોકીંગ: પંખો શરૂ કરતા પહેલા હનીકોમ્બ પેડને પ્રી-કૂલ કરે છે, ઠંડી અને તાજી હવા છોડે છે
• 4 સાઇડ હનીકોમ્બ કૂલિંગ પેડ્સ: ગંદકી અને કાંપ જમા થવા દીધા વિના વધુ સારું અને ઝડપી કૂલિંગ આપે છે અને વધુ ટકાઉ છે.
એર કન્ડિશનર્સની નવી સમર રેન્જના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં વોલ્ટાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે “સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રોડક્ટ્સની બજારની માંગને અનુરૂપ, આરામ અને સગવડતા સાથે, વોલ્ટાસે તેની નવીનતમ ઇન્વર્ટર એસી રેન્જ રજૂ કરી છે
જે ‘પ્યોર અને ફ્લેક્સિબલ એર કંડિશનિંગ’ના અનન્ય ફીચર સાથે આવે છે. કન્વર્ટિબલ કૂલિંગ ટેક્નોલોજી સાથે જે તેના 6 સ્ટેજ એડજસ્ટેબલ મોડમાં આવે છે, જે વપરાશકર્તાને બહુવિધ ટનેજ વિકલ્પો વચ્ચે સ્વિચ કરવાની મંજૂરી આપે છે, નવી શ્રેણી વધારાના આરામ અને સગવડ માટે ઘણી નવી સુવિધાઓ સાથે લોડ થયેલ છે. આ સિઝનમાં ઉદ્યોગમાં અનેક નવીનતા જોવા મળશે અને વોલ્ટાસ ખાતે અમે અમારી નવી રેન્જ સાથે ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે સારી રીતે તૈયાર છીએ.”
વોલ્ટાસ 2023 એસી પ્રોડક્ટ રેન્જમાં એકંદરે 64 નવા એસકેયુનો સમાવેશ થાય છે, જેમાં કેસેટ અને ટાવર AC ઉપરાંત, ઇન્વર્ટર એસીમાં 50 એસકેયુ, સ્પ્લિટ ઇન્વર્ટર એસીમાં 42 અને વિન્ડો ઇન્વર્ટર એસીમાં 8નો સમાવેશ થાય છે.
વોલ્ટાસ બેકો વોશિંગ મશીનના મહત્વના ફીચર્સઃ
• જેટ વૉશ: ટોચ પરનો વધારાનો નળ કે જે વધુ ઝડપે પાણી ફેંકે છે જે ડિટર્જન્ટ અને ડીપ ક્લિનિંગના વધુ સારા મિશ્રણને સક્ષમ કરે છે
• ફાઉન્ટેન વૉશ: કપડાંને ડિટેન્ગિંગ ટાળવા માટે પાણીના સ્પ્રે જેવા ફુવારા
• હેન્ડ વોશ પોર્ટ જે કોલર અને કફને અસરકારક રીતે સાફ કરે છે
• ધીમે-ધીમે બંધ થતું ઢાંકણ: એક મજબૂત કાળું ઢાંકણ જે હળવેથી બંધ થાય છે
• સાયલન્ટ ઇન્વર્ટર મોટર: અત્યંત કાર્યક્ષમ અને ટકાઉ અવાજ-મુક્ત મોટર
• ભારતનું પ્રથમ 5 સ્ટાર સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન
વોલ્ટાસ બેકો રેફ્રિજરેટર્સના મહત્વના ફીચર્સઃ
• NeoFrost™ ડ્યુઅલ કૂલિંગ: સમગ્ર રેફ્રિજરેટરમાં સમાન ઠંડકની ખાતરી કરવા માટે બે કૂલિંગ સર્કિટ
• ProSmart™ ઇન્વર્ટર મોટર: ઓછી વીજળીનો ઉપયોગ કરીને ન્યૂનતમ અવાજ સાથે ઝડપી કૂલિંગની ખાતરી કરે છે
• LED લાઇટિંગ: ઉપકરણને ગરમ કર્યા વિના ફ્રિજની અંદર સારી લાઇટિંગ આપે છે
• સીમલેસ નેવિગેશન માટે ડિજિટલ પેનલને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે
આ ઉનાળામાં, વોલ્ટાસે પર્સનલ, વિન્ડો, ટાવર અને ડેઝર્ટ એર કૂલર્સ જેવી વિવિધ પેટા કેટેગરીઝ હેઠળ તેના વોલ્ટાસ ફ્રેશ એર કૂલર્સના 51 એસકેયુ લોન્ચ કર્યા છે. નવી રેન્જમાં નવા મોડલનો સમાવેશ થાય છે, જેમ કે 4-સાઇડ કૂલિંગ લાભ સાથે વિન્ડસર, સ્ટાઇલ અને અલ્ટ્રા-કૂલિંગ સાથે એપિકુલ. કંપનીએ કન્વર્ટિબલ ફ્રીઝર, ફ્રીઝર ઓન વ્હીલ અને કર્વ્ડ ગ્લાસ ફ્રીઝર સહિત કોમર્શિયલ રેફ્રિજરેશન પ્રોડક્ટ્સના 51 એસકેયુ રજૂ કરીને તેના એકંદર પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો છે. આ ઉપરાંત, કંપનીએ વોટર ડિસ્પેન્સર્સના 15 એસકેયુ અને વોટર કૂલરના 27 એસકેયુ પણ લોન્ચ કર્યા છે. વોલ્ટાસ પાસે બીટુબી સેગમેન્ટ માટે મોડ્યુલર કોલ્ડ રૂમ સોલ્યુશન્સ અને મેડિકલ રેફ્રિજરેશન પ્રોડક્ટ્સની નવી રેન્જ પણ છે.
પોતાની હોમ એપ્લાયન્સીસ જોઈન્ટ વેન્ચર બ્રાન્ડ, વોલ્ટાસ બેકો દ્વારા, કંપની 2023 માં નવી પ્રોડક્ટ્સની રેન્જ શરૂ કરીને તેના પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે. ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ સાથે ઊભા રહેવા માટેના બ્રાન્ડ પ્રોમિસ અને પ્રતિબદ્ધતાને જાળવી રાખીને, વોલ્ટાસ બેકોએ નવા ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સ અને ટોપ-લોડ વૉશિંગ મશીનો સાથેના ઘરેલું ઉપકરણોની શ્રેણીનું અનાવરણ કર્યું છે.
એસી કોમ્પ્રેસર અને રેફ્રિજરેટર મોટર્સ પર 12-વર્ષની વોરંટી સાથે સજ્જ, આ પ્રોડક્ટ્સ અદ્યતન સુવિધાઓ સાથે ગર્વથી સ્વદેશી છે જે નવા યુગના ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરશે. નવી રેન્જ ભારતમાં વોલ્ટાસના હોમ એપ્લાયન્સીસ પોર્ટફોલિયોને ઉન્નત ટેકનોલોજી સાથે સગવડ આપીને મજબૂત બનાવવા માંગે છે. ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સની નવી રેન્જ નિયોફ્રોસ્ટ™ ડ્યુઅલ કૂલિંગ, ઈન્ટરનલ ઈલેક્ટ્રોનિક ટેમ્પરેચર કંટ્રોલ એન્ડ ડિસ્પ્લે, એલઈડી લેમિનેશન અને પ્રોસ્માર્ટ™ ઈન્વર્ટર કોમ્પ્રેસર જેવી આકર્ષક સુવિધાઓ પ્રદાન કરે છે જેથી તે ઠંડક, કાર્યક્ષમ લાઇટિંગ અને સરળ કામગીરીને સુનિશ્ચિત કરે. રેફ્રિજરેટર દરેક ઘરની જરૂરિયાતને અનુરૂપ છ સુંદર રંગોમાં ઉપલબ્ધ છે.