વોલ્વોએ ભારતમાં બનેલી પ્રથમ ઈલેક્ટ્રિક કાર XC40 રિચાર્જ લોન્ચ કરી
વોલ્વો કાર ઈન્ડિયાએ ભારતમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર એક્સસી40 રિચાર્જ લોન્ચ કરી છે. કંપનીએ આ કારના સૌપ્રથમ યુનિટની ડિલિવરી ગુજરાતમાં કરી હતી.
શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજયભાઈ મોકરિયાએ ભારતમાં જ એસેમ્બલ થયેલી આ સૌપ્રથમ ફુલ્લી-ઈલેક્ટ્રિક કારના માલિક તરીકેનું ગૌરવ મેળવ્યું છે. વોલ્વો કાર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જ્યોતિ મલ્હોત્રાએ પોતે શ્રી અજયભાઈને આ કારની ચાવી સોંપી હતી.
શ્રી અજયભાઈ મોકરિયા ઈન્વાર્યમેન્ટ-ફ્રેન્ડલી ટેક્નોલોજીના પ્રખર હિમાયતી છે. શ્રી મારૂતિ ખાતે તેઓ ગ્રીન એનર્જી સપ્લાય ચેઈન ઊભી કરી રહ્યા છે. આ પહેલના પગલે ફ્યુઅલની કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થશે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવામાં મદદ મળશે અને કસ્ટમર્સને ટ્રેડિશનલ ડિલિવરી મેથડની સરખામણીએ વધુ કોમ્પિટીટિવ સર્વિસીસ આપી શકાશે.