વ્હોરા સમાજની દિકરીએ પ્રથમ ટ્રાયલે મેડીકલની પરીક્ષા પાસ કરી
ડોકટર બનીને મોડાસા-અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યુ
મોડાસા, અરવલ્લી જિલ્લાના વડા મુખ્ય મથક મોડાસા નગરના વતની અને કોટ વિસ્તારમાં મોડાસાના નિવાસી ઈકબાલભાઈ લોઢાવાલા અને શાહેદાબીબી લોઢાવાલાની દિકરી સીમુનબાનો લોઢાવાલાએ કરમસદ મેડિકલ કોલેજથી એમ.બી.બી.એસ.ની છેલ્લી પરીક્ષામાં ૬૯ ટકા મેળવી ફર્સ્ટ કલાસમાં પાસ કરેલ છે.
આ મોડાસાના કૌમે બવાહીર પટણી જમાઅત વ્હોરા સમાજની હોનહાર યુવતિ સુમન ઈકબાલભાઈ લોઢાવાલાએ એમ.બી.બી.એસ. પરીક્ષા પ્રથમ ટ્રાયલમાં પાસ કરી ડોકટરની પદવી પ્રાપ્ત કરેલ છે જેથી તેણી એ તેના માતા-પિતા સહિતના લોઢાવાલા પરિવાર કે જે ખાલક ગનીભાઈની નવાસી હોઈ તેમ તથા સમગ્ર વ્હોરા સમાજને ગૌરવ અપાવી નામ રોશન કરેલ છે.
સિમુનના ભાઈએ પણ કાકા વિશ્વવિદ્યાલય, આણંદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદથી એમ.બી.બી.એસી. થઈ ડોકટરની પદવી પ્રાપ્ત કરેલ છે. આ ભાઈ બહેન તબીબ બન્યા છે. તેઓ મોડાસા નગરના પ્રખ્યાત ગાયનેક ડોકટર ડો. ગુલામ નબી વોરાના સાળાના સંતાન છે. મુસ્લિમ મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેનો આ પુરાવો છે.
સીમુન લોઢાવાલાએ ડોકટર બની પોતાનું, પરિવારનું, વ્હોરા સમાજ અને મોડાસા-અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધારી નામ રોશન કરેલ હોઈ મોડાસા પટણી વ્હોરા જમાતના પ્રમુખ હાજી અમીનભાઈ ચુડગર અને સેક્રેટરી હાજી અબ્દુલ કાદર હાફીજ ખાલકએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.